તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
વડોદરા: ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટો ખુલાસો : તમામ આરોપીઓ દુષ્કર્મના ઇરાદે જ નીકળ્યા હતા
પોલીસે ઘટનાના 17 દિવસમાં આરોપીઓ વિરૂદ્ધ કોર્ટમાં રજુ કરી ચાર્જશીટ

વડોદરાના ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસ દ્વારા મોટો ખુલાસો ચાર્જશીટમાં કરાયો છે. ઘટનાના 17 દિવસ બાદ કોર્ટમાં રજૂ કરેલ ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે કે, તમામ આરોપીઓ દુષ્કર્મના ઇરાદે જ નીકળ્યા હતા. એકલી છોકરી મળે તો દુષ્કર્મ કરવાની તૈયારી સાથે નીકળ્યાં હતા. એકલી મહિલાઓને શિકાર બનાવવાના ઈરાદે, આરોપીઓ બે બાઇક પર નીકળ્યા હતા. પોલીસે ઘટનાના 17 દિવસમાં આરોપીઓ વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી . આરોપીઓને 4 નવેમ્બરે પોકસો કોર્ટમાં રજૂ કરાશે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
