News of Friday, 25th October 2024
લોક કલાકાર રાજભા ગઢવી વિવાદમાં સપડાયા :આદિવાસી સમાજનું અપમાન કર્યાનો આક્ષેપ
ડાંગ-આહવામાં જંગલવાસીઓ લૂંટી લેતા હોવાના નિવેદન સામે રોષ ફેલાયો: એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવા આહવા મથકે અરજી થઇ

ડાંગ: લોક કલાકાર રાજભા ગઢવી વિવાદમાં સપડાયા છે. લોક કલાકાર રાજભા ગઢવીએ ડાયરામાં આદિવાસી સમાજનું અપમાન કર્યાનો આક્ષેપ છે. ડાંગ-આહવામાં જંગલવાસીઓ લૂંટી લેતા હોવાના નિવેદન સામે રોષ ફેલાયો છે. રાજભા ગઢવીના શબ્દો સામે આદિવાસી સમાજ નારાજ છે.
લોક કલાકાર રાજભા ગઢવી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવા આહવા મથકે અરજી થઇ છે. સામાજિક કાર્યકરે એટ્રોસિટીનો ગુનો નોંધવા અરજી કરી. આદિવાસી સમાજે રાજભા ગઢવીના શબ્દોને કલંક સમાન ગણાવ્યા છે. રાજભા ગઢવી સામે ફરિયાદ નહીં નોંધાય તો કલેક્ટર કચેરીએ ધરણાની ચીમકી છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
