<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપમાં ભડકા જેવી સ્થિતિ

કદાવર નેતા માવજી પટેલે છેલ્લી ઘડી તથા સૂઇગામ તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી જામાભાઇ પટેલે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી

રાજકોટ તા.૨૫ :વાવ વિધાનસભા પેટા ચુંટણીમાં અપક્ષોના વાવટા ફરક્યા છે.

20 મુદ્દા અમલીકરણ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને એક સમયે વાવ-થરાદ સંયુક્ત વિધાનસભાના ધારાસભ્ય રહેલા આંજણા સમાજના કદાવર નેતા માવજી પટેલે છેલ્લી ઘડી અપક્ષમાં દાવેદારી નોંધાવી છે.

એમની સાથે સૂઇગામ તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી જામાભાઇ પટેલે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

(5:03 PM IST)