તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે દિપોત્સવી પર્વ નિમિતે ધર્મોત્સવઃ સોમવારથી શનીવાર સુધી અનેકવિધ કાર્યક્રમો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. રપ :.. જવાહર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ મુખ્યમંદિર ખાતે તા. ર૮ ને સોમવારથી તા. ર નવેમ્બર શનીવાર સુધી દિપોત્સવી પર્વની ઉજવણીના ભાગરૂપે ધર્મોત્સવ ઉજવવામાં આવનાર છે.
રાધા રમણદેવ વહીવટી સમિતિના ચેરમેન પૂ. પુરૂષોતમપ્રકાશદાસજી (પી.પી. સ્વામી) અને કોઠારી પ્રેમસ્વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં સોમવારના રોજ રમા એકાદશી, વાઘ બારસથી દિપોત્સવી પર્વની ઉજવણીનો પ્રારંભ થશે. અને મંગળવારે ધનતેરસ નિમિતે સવારે ૯-૩૧ થી ૧.૪૭ ધનપૂજન બુધવારે કાળીચૌદશ સવારે ૧૦ થી ૧ર હનુમાનજી પૂજન અને ગુરૂવારે સવારે ૪.૩૭ થી ૯.૧ર કલાક ચોપડા પૂજન લક્ષ્મીજી તથા શારદાપૂજન શુક્રવારે સાંજે ૭ થી ૧૦ કલાકે દિપાવલી પર્વ અને શનીવારે નુતનવર્ષ નિમિતે સવારે ૧૦ કલાકે ગોવર્ધન પૂજન અને બપોરે ૧ર કલાકે અન્નકુટોત્સવ ઉજવવામાં આવશે. તો આ ધર્મોત્સવ દરમ્યાન ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા પૂર્વ ચેરમેન પૂ. દેવનંદનસ્વામી તથા પ્રફુલભાઇ કાપડીયાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
