તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
ધંધુકાની ગેબનશા પીરની દરગાહની જમીન ભાજપ લઘુમતી સમાજના નેતા યુનુસ તલાટે પોતાના નામે કરાવી લેતા વિવાદ
દરગાહની દેખરેખ રાખનાર દીદારઅલી ફકીરને જમીનના માલિક દર્શાવીને જમીન બારોબાર વેચી દેવામાં આવી !

અમદાવાદના ધંધૂકા ખાતે ગેબનશા પીરની દરગાહ આવેલી છે. જ્યાં હાલ મોટાપાયે દુકાનો અને મિલકતો વસી ગઈ છે. હકીકતમાં સમગ્ર વિવાદ આ જમીનનો જ છે. આ મિલ્કત વકફ બોર્ડમાં નોંધાયેલી છે. પણ, દરગાહની દેખરેખ રાખનાર દીદારઅલી ફકીરને જમીનના માલિક દર્શાવીને જમીન બારોબાર વેચી દેવામાં આવી ! તેમ ગુજરાતી ચેનલનો હેવાલ છે
આ જમીનના ખરીદાર હતા.યુનુસ ઉસ્માનભાઈ તલાટ, જે ભાજપ લઘુમતિ સમાજના નેતા છે. મુદ્દો એ કે દેખરેખ રાખનાર ફકીર ભલાં જમીન માલિક બનીને જમીન વેચી જ કેવી રીતે શકે ? પરંતુ, વેચાણના દસ્તાવેજ પણ બની ગયા. રાજકીય વગ વાપરીને યુનુસ તલાટે શેરુમિયાંની વડીલોપાર્જીત જગ્યા ખરીદ્યાનું બતાવી કબજો જમાવ્યો અને પછી તેને અન્ય લોકોને પણ વેચી મારી.
અરજદાર શેરુમિયાના ધ્યાને જ્યારે આ વાત આવી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. યુનુસ તલાટ ભાજપમાં હોદ્દો ધરાવતા હોવાની સાથે અમદાવાદ હજ કમિટિમાં પણ હોદ્દેદાર હતા. યુનુસ તલાટે આ જગ્યા લીધા બાદ ટ્રસ્ટમાં પોતાનું નામ ચઢાવી દીધાનું પણ સામે આવ્યું છે. વકફ કાયદાની જોગવાઈની કલમ-43 પ્રમાણે એક ટ્રસ્ટ નોંધાયેલું હોય તો ફરી વખત તેની નોંધણી શક્ય નથી. તો આ કેવી રીતે થયું ? વકફ બોર્ડમાં આ જમીન નોંધાયેલી છે તે જાણવા શેરુમિયાંએ RTI કરી. જેમાં તેમને ચોંકાવનારા જવાબ મળ્યા હોવાનું પણ ચેનલ નોંધે છે
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
