News of Thursday, 24th October 2024
ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીમાં કોંગ્રેસે સપા માટે મેદાન છોડ્યું : એક પણ ઉમેદવાર નહીં ઉતારવા એલાન
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે અમે ઈન્ડિયા એલાયન્સ સમાજવાદી પાર્ટીના તમામ ઉમેદવારોને જીત અપાવવા માટે પૂરી તાકાતથી કામ કરીશું.

ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉભા નહીં કરે. આ અંગેની જાહેરાત કરતાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે અમે ઈન્ડિયા એલાયન્સ સમાજવાદી પાર્ટીના તમામ ઉમેદવારોને જીત અપાવવા માટે પૂરી તાકાતથી કામ કરીશું.
તેમણે કહ્યું કે આ દેશના બંધારણ અને મૂલ્યોને બચાવવા અને ભાજપને હરાવવા માટે જનહિતમાં આ જરૂરી નિર્ણય લેવામાં આવ્યો છે
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
