તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 25th October 2024
શુકનને મોંઘવારીનું ગ્રહણઃ ગુરૂપુષ્ય નક્ષત્રના દિવસે સોનાની ખરીદીમાં અધધ ૩૦% ઘટાડો
સોના-ચાંદીના ભારે રેકોર્ડ સ્તરે હોવાથી ઘણા લોકોએ ખરીદી કરવાનું ટાળ્યું : ૧૮ કેરેટની તેમજ લાઇટ વેઇટ જ્વેલરી અને કોઇન્સની માંગ વધારે રહી

અમદાવાદ,તા. ૨૫: ગુરુવારે ગુરુપુષ્પ તલત્રનો શુભ યોગ હોવા છતાં સોના અને ચાંદીના ઘરેણાંની ખરીદીની ચમક બિક્કી જણાતી હતી. કીમતી ધાતુઓના ભાવ રેકોર્ડ સ્તરે હોવાના કારણે અમદાવાદ સહિત ગુજરાતમાં લોકોએ શુક્ત માટે પણ સોના-ચાંદી લેવાનું ટાળ્યું હતું. આના પરિણામ સ્વરૂપ આ વર્ષે માત્ર ૧૦૦-૧૨૫ કરોડનું જ વેચાણ નોંધાવું હતું જે ગત વર્ષની સરખામણીએ અંદાજે અડધું છે. જવેરીઓએ જણાવ્યું હતું કે, ભાવ વધુ હોવાથી લોકોએ મોટાભાગે લાઇટ વેઇટ અને ઓછા કેરેટના પરેશાંની ખરીદી કરી હતી.
જવેરીઓએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં અંદાજે ૩૫-૪૦ કિલો અને સમગ્ર ગુજરાતમાં અંદાજે ૯૦-૯૨ કિલો સોનાનું વેચાણ થયું હતું, ગત વર્ષે સમગ્ર ગુજરાતમાં ૧૨૫- ૧૩૦ કિલોની જવેલરીનું વેચાણ હતું, ગયા વર્ષે પુષ્પનક્ષત્રના દિવસે સોનાનો ભાવ રૂ. ૬૩,૦૦૦ પતિ ૧૦ મામ ચાલતો હતો અને આ વર્ષે અત્યારે સોનું રૂ. ૮૧,૦૦૦ છે. આ રીતે એક વર્ષમાં સોનામાં ૧૮,૦૦૦નો વધારો થવો છે. આ સાથે જ ચાંદી ગત વર્ષે રૂ. ૭૩, ૫૦૦ પતિ કિલો હતી જે અત્યારે રૂ. ૯૮,૦૦૦ના સારે છે. આ વર્ષે વેલ્યૂની રીતે ગુજરાતમાં અંદાજે રૂ. ૭૨-૭૩ કરોડના ધરેણાં વેચાયા હતા. ગત વર્ષે
આ આંકડો રૂ. ૯૫-૯૭ કરોડ જેટલો હતો.અમદાવાદ જવેલર્સ એસોસિએશનના પ્રમુખ જિગર સોની કહ્યું હતું કે, સવારના સમયે સારી ધરાકી હતી જે બપોરે એકદમ ધીમી રહી હતી અને રાત્રે ચાહકોનો ધસારો કરી મધ્યમ રહ્યો હતો. જે પ્રકારે ભાવ વધ્યા છે તેમાં વોલ્યુમ ઘટવાની પારણા હતી. ઊંચા ભાવના કારણે આ વખતે ૧૮ કેરેટની જવેલરીનું વેચાણ વધારે થયું છે. આ ઉપરાંત લોકોએ પ્લેટિનમની પણ ખરીદી કરી હતી. સોનામાં ૧ સામથી લઈને ૧૦૦ ગામ સુધીની લગડી, સિક્કાની માંગ રહી હતી. જયારે ચાંદીમાં ગણેશ, લક્ષ્મીજીની મૂર્તિઓ અને સિક્કાનું વેચાણ વધારે થયું હતું. અમદાવાદની જેમ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ ધરાકીમાં અંદાજે ૩૦-૫૦% નો ઘટાડો જોવા મળ્યો હતો. જવેરીઓના જણાવ્યા પ્રમાણે રોકાણ હેતુ ખરીદી કરવા આવતા લોકો સોનાની લગડી ખરીદતા હતા જયારે આજના દિવસે ઘણા લોકોએ આગામી લગ્ન સિઝન માટે પણ સોનું ખરીદ્યું હતું. આ માટે ગત સપ્તાહે જ એડવાન્સ બુકિંગ પણ કરાવ્યા હતા. બીજી તરફ, જૂતું સોનું આપીને નવું સોનું ખરીદનાર માહકો પણ ઘણા હતા, અમદાવાદના અગ્રણી જવેલર્સ રોહિત ચોક્સીએ કહ્યું કે, ગત વર્ષના પુષ્ય નક્ષત્રની સરખામણીએ આ વર્ષે ગ્રાહકોની સંખ્યા આશરે ૫૦% જેટલી રહી હતી. સોનું ઘણું મોંઘું છે, કોઈ ૧૦ ગામની ખરીદી કરે તો પણ ટેક્સ, મજૂરી સાથે રૂ. ૧ લાખનું બિલ થઈ છે. ઊંચા ભાવના કારણે લાઈટ વેઈટ જવેલરી અને કોઈન્સની માંગ વધારે રહીહતી. આ ઉપરાંત પ્લેટિનમ, રોઝ ગોલ્ડ અને વ્હાઈટ ગોલ્ડ જવેલરી પક્ષ માંગમાં રહી હતી.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
