તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : ગેરકાયદે રહેતા 50 બાંગ્લાદેશીઓની એક સાથે અટકાયત કરાઈ
બનાવટી અને નકલી દસ્તાવેજો બનાવીને શહેરમાં રહેતા હતા: 200 જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ

અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સામે આવેલી માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 50 જેટલાં બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરી લીધી છે. આ લોકો બનાવતી દસ્તાવેજો બનાવીને શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સામે આવ્યું છે.
બનાવટી દસ્તાવેજોની તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. બનાવતી દસ્તાવેજ મામલે લગભગ 200 જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ગેરકાયદેસર વસવાટ કરતા 50 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. આ બાંગ્લાદેશીઓ પાસેથી નકલી દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જેમની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આ લોકો બનાવટી અને નકલી દસ્તાવેજો બનાવીને શહેરમાં રહેતા હતા. ત્યારે હવે પોલીસે નકલી દસ્તાવેજ બનાવવાને લઈને પણ તપાસ શરૂ કરી દીધી છે
. આ લોકો પાસેથી ત્યાંના લેન્ડ રેકોર્ડ, આઈડી કાર્ડ, જન્મના દાખલા મળ્યા હતા. તેમના ફોનમાંથી આ વિગત મળી છે.
મહિલાઓ ઓફ રેકોર્ડ પ્રોસ્ટિટ્યૂટ અને ઘરકામ સહિત મજૂરીકામ કરતી હતી. પુરુષો નાના-મોટા મજૂરીયા, ડ્રગ્સ અને દેશી દારૂના ધંધામાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મહિલાઓ અને પુરુષોની પૂછપરછ કરવામાં આવશે
માહિતી અનુસાર, પોલીસ અધિકારીને આ અંગે બાતમી મળી હતી કે ખોટા દસ્તાવેજો બનાવીને બાંગ્લાદેશી નાગરિકો શહેરમાં વસવાટ કરી રહ્યા છે. જેના આધારે કાર્યવાહી કરવામાં આવતા આ ખુલાસો થયો કે અમદાવાદમાં બાંગ્લાદેશીઓ નકલી અને બનાવતી ડોક્યુમેન્ટ્સ બનાવીને ગેરકાયદેસર રીતે રહેતા હતા. ત્યારે દિવાળીના સમયે ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહીથી ગેરકાયદે વસવાટ કરી રહેલા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
