<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

મહીકા ગામની હદમાં માંડા ડુંગર પાછળ સરકારી ખરાબાની જમીનમાં ર થી પ લાખમાં પ્‍લોટ વેચાય છે

ગામના અમુક જવાબદારો તથા અમુક અધીકારીઓની પણ મિલી ભગત : અખીલ ભારતીય પંચાયત પરિષદના મનીષાબા વાળાની કલેકટરને ચોંકાવનારી રજૂઆત

રાજકોટ તા. રપઃ અખિલ ભારતીય પંચાયત પરિષદના આગેવાનો શ્રી મનીષાબા વાળા તથા અન્‍યોએ કલેકટરને આવેદન પાઠવી મહિકા ગામ આસપાસ હાલમાં સ્‍થાનિક લોકોની રજુઆતને ધ્‍યાનમાં લઇ અમોએ તપાસ કરતા મહીકા ગામની હદમાં માંડા ડુંગર પાછળ આવેલ સ્‍વામિનારાયણ સ્‍કૂલ આજુબાજુ તથા પાછળ સરકારી ખરાબા જે અમુક લોકો દ્વારા નાના માણસોને બે થી પાંચ લાખ રૂપિયા લઇ અને પ્‍લોટ ઘર બનાવવા માટે વેચવામાં આવે છે એવું અમારી નજરે આવેલું છે.

સ્‍થાનિક લોકોનું કહેવાનું એવું પણ છે કે આમાં ગામના જવાબદારો તથા મુક અધિકારીઓ પણ મળેલા છે તો આપનું ધ્‍યાન દોરવાનું કે ગરીબ માણસો સાથે આવા ફ્રોડ થઇ રહ્યા હોય અને કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોય તે આપ તપાસ કરી અને તાત્‍કાલિકના ધોરણે સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા તથા નાના લોકોને ફસાવનાર વ્‍યકિતઓ તથા સરકારી જમીનનું ધ્‍યાન રાખનાર જવાબદાર વ્‍યકિત પર કાયદેસરની જે કાર્યવાહી થતી હોય તે કરી અને સરકાર વિરૂદ્ધ કૃત્‍ય અટકાવાશે. (૭.૩૮)

 

(2:12 PM IST)