<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

અમદાવાદમાં પોલીસ રોજિંદી કામગીરી સાથે વિશેષ સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી નિભાવશે:. વિશેષ ટિમો તૈનાત રહેશે

દિવાળીના તહેવારોને અનુલક્ષીને અમદાવાદ શહેર પોલીસનો ખાસ સુરક્ષા પ્લાન

અમદાવાદ : દિવાળીના તહેવારોને અનુલક્ષીને અમદાવાદ શહેર પોલીસનો ખાસ સુરક્ષા પ્લાન તૈયાર કરાયો છે અમદાવાદ  પોલીસ રોજિંદી કામગીરી ઉપરાંત વિશેષ સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી પણ નિભાવશે. સ્થાનિક પોલીસની વિશેષ ટિમો વિવિધ સ્થળોએ તૈનાત રહેશે. ભીડ ભાડ વાળી જગ્યા, બુલિયન માર્કેટ, બેન્ક, આંગડિયા પેઢીઓની આસપાસ પોલીસનું ખાસ પેટ્રોલિંગ રહેશે. ચેન સ્નેચિંગ, લૂંટ જેવા બનાવો અટકાવવા પોલીસની ખાસ ટુકડીઓ તૈનાત રહેશે

(7:02 PM IST)