<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

ચિલઝડપનો ભેદ એલસીબી ઝોન-૧ ટીમે ઉકેલ્‍યોઃ ૧૭ ગુનામાં સામેલ લખન બચુ અને સાગ્રીત વિશાલ પકડાયા

બી-ડિવીઝન પોલીસનો ગુનો ઉકેલવા ૧૦૦થી વધુ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરાયાઃ ૩ તોલાનો ચેઇન વેંચાતો લઇ ઓગાળી ઢાળીયો કરી નાખનાર સોની સંજય લોઢીયાની પણ ધરપકડ : પીએસઆઇ બી. વી. બોરીસાગર, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, વિજેન્‍દ્રસિંહ ઝાલા અને ટીમની કામગીરીઃ સત્‍યજીતસિંહ, રવિરાજભાઇ અને દિવ્‍યરાજસિંહની બાતમીઃ લખનનો સાગ્રીત પણ છ ગુનાઓમાં પકડાયો હતો

રાજકોટ તા. ૨૫: દસેક દિવસ પહેલા શહેરના મોરબી રોડ પર મયુર ભજીયા નજીક સોનાના ચેઇનની ચિલઝડપનો બનાવ બન્‍યો હતો. આ મામલે બી-ડિવીઝન પોલીસમાં ગુનો નોંધાયો હતો. એલસીબી ઝોન-૧ ટીમે ભેદ ઉકેલી રીઢા ગુનેગારની છાપ ધરાવતાં અને અગાઉ ૧૭ જેટલા ચોરી, લૂંટ સહિતના  ગુનામાં સંડોવાઇ ચુકેલા શખ્‍સ અને સાગ્રીતને દબોચી લીધા છે. તેમજ સોનાનો ચોરાઉ ચેઇન ઓગાળી ઢાળીયો બનાવી નાખનારા સોનીની પણ ધરપકડ કરવામાં આવી છે.

ચોરી-ચિલઝડપ સહિતના ગુના બનતા અટકાવવા અને આવા ગુના દાખલ થયા હોય તો ઉકેલવા માટે એલસીબી ઝોન-૧ ટીમ કાર્યરત થઇ હતી. બી-ડિવીઝનનો ચિલઝડપનો ગુનો ઉકેલવા પણ ટીમ કામે લાગી હતી એ દરમિયાન કોન્‍સ. સત્‍યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર, દિવ્‍યરાજસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી ચુનારાવાડ-૧/૧૪ના ખુણે કૈલાસ પાન સામે રહેતાં લખન બચુભાઇ માલાણી (ઉ.વ.૨૮) તથા ચુનારાવાડ-૧ના વિશાલ કિશનભાઇ સોલંકી (ઉ.વ.૩૦)ને પકડી લીધા હતાં. પુછતાછમાં આ બંનેએ ગુનો કબુલ્‍યો હતો અને ચેઇન બોઘાણી શેરી કે. જે. જ્‍વેલર્સના વેપારી આનંદનગર ક્‍વાર્ટર નં. ૩૦૫માં રહેતાં સંજય કનૈયાલાલ લોઢીયા (ઉ.વ.૪૭)ની પણ ધરપકડ કરી રૂા. ૭૩૮૦૦નો ૨૪ ગ્રામ ૬૦૦ મિલીગ્રામ વજનનો સોનાનો ઢાળીયો કબ્‍જે કર્યો હતો. એલસીબીની ટીમે સો જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્‍યા હતાં અને આરોપીની બાતમી મેળવી હતી.

તેમજ ચિલઝડપમાં ઉપયોગમાં લેવાયેલુ બાઇક જીજે૦૩એમસી-૪૧૮૫ તથા મોબાઇલ ફોન પણ કબ્‍જે લેવાયા હતાં. લખન બચુ માલાણી રીઢા ગુનેગારની છાપ ધરાવે છે. અગાઉ તે રાજકોટના માલવીયાનગર, થોરાળા, બી-ડિવીઝન, પ્ર.નગર, એ-ડિવીઝન, મોરબી, જેતપુર, ટંકારા, ગોંડલ, જેતપુર, જુનાગઢ સહિતના શહેરોમાં ચોરીઓ, લૂંટ, ચિલઝડપના ૧૭ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. જ્‍યારે વિજય અગાઉ બી-ડિવીઝન, ચલાલા, તાલાલા, પ્ર.નગર, થોરાળામાં છ જેટલા ચોરી, દારૂ, મારામારી સહિતના ગુનાઓમાં પકડાયો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અંતર્ગત પીએસઆઇ બી. વી. બોરીસાગર, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, મનરૂપગીરી ગોસ્‍વામી, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. રવિરાજભાઇ, સત્‍યજીતસિંહ, દિવ્‍યરાજસિંહે આ કામગીરી કરી હતી. (૧૪.૯)

(2:36 PM IST)