<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

પોરબંદરઃ દરિયામાં વારંવાર હવામાનમાં પલટાને લીધે ફિશીંગ સીઝન પ્રારંભથી નબળી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.રપ : અરબી સમુદ્રમાં વારંવાર હવામાનમાં પલટો અને વાવાઝોડાની ચેતવણીને લીધે ફિશીંગ સીઝન પ્રારંભથી નબળી રહી છે.

દરિયામાં ભારે પવનને લીધે ફિશરીઝ કચેરી દ્વારા દરિયામાં માછીમારોને નહી જવા ચેતવણી અપાઇ છે. ફિશીંગ સીઝનના પ્રારંભથી વારંવાર દરિયામાં હવામાનમાં પલટો આવતા માછીમારો પુરતુ ફિશીંગ કરી શકતા નથી. ઉપરાંત આ વર્ષે ફિશીંગ સીઝન શરૂ કરવા માટે માછીમારોને મોડી પરમીશન અપાઇ હતી.

હાલ ચીનમાં આર્થિક મંદિ ચાલી રહી છે ત્‍યારે ભારતમાં ફિશ એકસપોર્ટ ઠપ્‍પ પડી ગયુ છે. યુરોપના દેશોમાં ફિશ એકસપોર્ટ થાય છે. પરંતુ યુરોપમાં ઉચ્‍ચ ગુણવતાના આગ્રહને લીધે વારંવાર ફિશ એકસપોર્ટ માલ રીજેકટ થાય કે ભાવ ઓછા સ્‍થાનિક બજારમાં ગત વર્ષ કરતા ભાવફેર જોવા મળે છે. એકસપોર્ટરો વિવિધ પ્રકારની ખરીદવા પુરતા ભાવ આપતા નથી. જેના કારણે દરિયામાં ફિશીંગ કરવુ મુશ્‍કેલ બનતુ જાય છે. તેમ એકસપોર્ટર અશોકભાઇ દેવશીભાઇ ગોહેલ જણાવેલ હતુ.

(1:59 PM IST)