<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

ડેડીયાપાડા તાલુકામાં યુવતી અને યુવકે ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બે ગામોમાં એક યુવતી અને એક યુવકે ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો હતો
   પ્રાપ્ત વિગતો અનુસાર પ્રથમ બનાવ માં મરનાર સુરમીલાબેન ઉતરીયાભાઇ વસાવા (ઉ.વ.૨૦)( રહે.ડાબકા સ્ટેશન ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) નાએ ગઈ તા.૨૨/૧૦/ ૨૦૨૪ના રાત્રીના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પોતાની જાતે પી જતા જેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ દેડીયાપાડા ખાતે લઈ આવી દાખલ કરેલ અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ રાજપીપલા ખાતે દાખલ કરેલ હતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
  જ્યારે બીજી ઘટના ગડી ગામે બની જેમાં મરનાર જીતેન્દ્રભાઇ સીગાભાઇ વસાવા (ઉ.વ.૨૫) (રહે.ગડી નિશાળફળીયુ, તા. દેડીયાપાડા જી.નર્મદા) નાઓએ તા.૨૪/૧૦/૨૦૨૪.ના સવારના સમયે પોતાના ઘરના આંગણામાં કોઇ અગમ્ય કારણસર પોતે ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે દેડીયાપાડા સરકારી દવાખાને લઇ ગયા બાદ સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.

(11:44 PM IST)