તા. ૧૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 25th October 2024
પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય ૧ર બોટો સાથે ૭ર માછીમારોના અપહરણ ?
જખૌ જળસીમા નજીક પાક મરીન સીકયુરીટી ઝળકયાની માછીમારોમાં ચર્ચાઃ માછીમારોના અપહરણનું સતાવાર જાહેર થયું નથીઃ દિવાળી પુર્વે પાકિસ્તાન દ્વારા અવળચંડાઇ સામે માછીમારોમાં રોષ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., રપ : કચ્છના જખૌ આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક પાકિસ્તાન મરીન સીકયુરીટીએ ભારતીય ૧ર બોટો સાથે ૭ર માછીમારોના અપહરણ કરી ગયાની આ સ્થળે ફીશીંગ કરીને પરત ફરેલા અન્ય માછીમારોની ચર્ચામાંથી જાણવા મળે છે. ભારતીય માછીમારોનુ અપહરણ થયાનું હજુ સતાવાર જાહેર થયું નથી.
જખૌ જળસીમાએ વહેલી સવારે પાકિસ્તાન મરીન સીકયુરીટી ભારતીય જળસીમાની અંદર ઘુસીને ત્યાં ફીશીંગ કરતા ૭ર માછીમારોના ૧ર બોટ સાથે અપહરણ કરી ગયાની ચર્ચા છે. અપહરણ થયેલ મોટાભાગના માછીમારો પોરબંદર તરફના હોવાની ચર્ચા છે.
કચ્છના દરીયામાં ફીશીંગ કરવા જતા માછીમારોએ વ્યથા રજુ કરતા જણાવેલ કે દર વર્ષે દિવાળી તહેવારો ઉપર પાકિસ્તાન મરીન સીકયુરીટીવાળા દ્વારા અવળચંડાઇ કરે છે અને દિવાળી સમયે ભારતીય માછીમારોના અપહરણ કરી જાય છે. આવુ છેલ્લા પાંચેક વર્ષથી બને છે.
દિવાળી પુર્વે જળસીમાએ ભારતીય માછીમારોનું પાકિસ્તાન મરીને અપહરણ કરી જતા ભારતીય માછીમાર સમાજમાં રોષ વ્યાપી ગયેલ છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
