<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું: આંધ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના: ભારે હિમવર્ષા બાદ ઠંડીમાં વધારો: ઘણા રાજ્યોમાં કોલ્ડવેવ અને હિમવર્ષાની શક્યતા: સ્કાયમેટ : દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં એક ઊંડું લો પ્રેશર સર્જાયું છે જે તમિલનાડુના કિનારા તરફ આગળ વધી શકે છે અને ડિપ્રેશન બની શકે છે, પરંતુ વાવાઝોડું બનવાની શક્યતા નથી. : આવતીકાલે ૧૧ ડિસેમ્બરથી તમિલનાડુ, દક્ષિણ આંધ્રપ્રદેશ અને દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. : કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં પણ ૧૨ અને ૧૩ ડિસેમ્બરે વરસાદની ગતિવિધિઓ વધશે. પહાડોમાં ભારે હિમવર્ષા બાદ વાતાવરણમાં ઠંડક. : બર્ફીલા પવનો હવે પંજાબથી મહારાષ્ટ્ર સુધી તાપમાન ઘટાડશે. ઘણા રાજ્યોમાં કોલ્ડવેવ અને હિમવર્ષાની શક્યતા: સ્કાયમેટ 9:35 AM IST

આઠ હત્યા અને દુષ્કર્મ ઉપરાંત અનેક ગંભીર ગુનાઓ આચરનાર આંતરરાજ્ય સિરિયલ કિલરને ગુજરાત પોલીસે પકડી ગુનાઓની હારમાળા પર પુર્ણવિરામ મુક્યો : ક્રુર- નિર્દયી સિરિયલ કિલરને ગુજરાતમાં જ ફાંસીની સજા થશે ત્યારે આ દિકરીના પરિવારને અને ગુજરાતના નાગરિકોને ન્યાય મળશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ જાંબાઝ પોલીસ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા: આ ગુનેગાર સામે ચાર્જશીટ કરી તેને ફાંસીની સજા થાય તે રીતે સજ્જડ પુરાવાઓ જોડી કડક કાર્યવાહી કરાશે :પોલીસે આ સિરિયલ કિલરને ના પકડ્યો હોત તો હજુ કેટલી દિકરીઓના જીવન બરબાદ કરતો તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ:હર્ષ સંઘવી:ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રસંશનિય કામગરી બદલ ૧૭૨ પોલીસ અધિકારી કર્મચારીઓને રૂ. ૧૨.૦૯ લાખના રોકડ ઇનામ આપ્યા11:15 PM IST

ગુજરાત આવેલી ૪થી ધમ્મયાત્રાના સભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાતે : મેકોંગ અને ગંગા સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક જોડાણ સુદ્રઢ કરવા ૪થી ધમ્મયાત્રાનું તા. 2 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે : સમગ્ર વિશ્વમાં શાંતિ-સૌહાર્દ-સદભાવ રહે તેવી સમુહ પ્રાર્થના મુખ્યમંત્રીની પ્રેરણાથી મુલાકાત બેઠકમાં કરી : ઐતિહાસિક વિરાસત અને સંસ્કૃતિને ‘પીપલ ટુ પીપલ કનેક્ટ’ દ્વારા પુનર્જિવિત કરવાની નેમ : ગુજરાતમાં બુદ્ધિસ્ટ સર્કિટ અન્વયે વડનગર, દેવની મોરી તથા વડોદરાની મુલાકાત લીધી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ટુરિઝમ લિમિટેડ અને થાઈલેન્ડની બોધગયા વિજાલય-980 સંસ્થા વચ્ચે એમ.ઓ.યુ. થયા : ગુજરાતમાં બૌદ્ધ મૂર્ત અને અમૂર્ત વારસાના સંરક્ષણ-સંવર્ધન વિકાસના ક્ષેત્રે પરસ્પર સહયોગ લેવાશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરની મોનેસ્ટ્રી અને પ્રેરણા સ્કૂલની મુલાકાતથી પ્રભાવિત થતું પ્રતિનિધિ મંડળ :થાઈલેન્ડના ઈન્ફ્લ્યુએન્સર્સ-યુટ્યુબર્સ ગુજરાત આવીને સાંસ્કૃતિક-ઐતિહાસિક વિરાસતનો સેતુ મજબૂત કરશે3:10 PM IST

હિસ્‍ટ્રીશીટર મુકેશ ગુજરાતીને પત્‍નિના પ્રેમી સાગરે ક્રુરતાથી પતાવીને તેના પુત્રને કહ્યું-મેં તારા બાપને મારી નાંખ્‍યો છે! : દોઢ મહિના પહેલા પ્રેમી સાથે ભાગેલી પત્‍નિ શોભના ગત સાંજે પ્રેમી સાથે આવતાં પતિ મુકેશે-તે બીજુ ઘર કર્યુ છતાં કેમ આવી? કહી ઝઘડો કર્યોઃ એ પછી તે પત્‍નિના પ્રેમી સાગર સાથે રિક્ષામાં ગયો અને હત્‍યા થઇ ગઇઃ સાગર અને પ્રેમિકા શોભના વચ્‍ચે માથાકુટનો વિડીયો થોડા દિવસો પહેલા થયો હતો વાયરલ : સોળ વર્ષનો દિકરો આરોપીના કહેલા સરનામે અમુલ સર્કલે નાના ભાઇ સાથે ત્‍યાં પહોંચતા પિતાની લાશ મળીઃ થોરાળા પોલીસે ગુનો નોંધ્‍યોઃ એલસીબી ઝોન-૧ પીએસઆઇ બી.વી. બોરીસાગર, ભરતભાઇ વાઘેલા, વિજેન્‍દ્રસિંહ ઝાલા, જીતુભા, મનરૂપગીરી સહિતની ટીમે આરોપી અને મદદ કરનાર મિત્રને ગોંડલ ચોકડીએથી દબોચ્‍યાઃ સત્‍યજીતસિંહ, રવિરાજભાઇ અને દિવ્‍યરાજસિંહની બાતમી : હત્‍યામાં સાગર સાથે તેને મદદગારી કરનાર મિત્ર સંજયની પણ ધરપકડઃ હત્‍યારાો સાગર અગાઉ અપહરણ, બળાત્‍કાર સહિત ત્રણ ગુનામાં સામેલ2:49 PM IST

વિશ્વની અતી તાકાતવર મહાસતા અમેરીકાના પ્રમુખના સતાવાર નિવાસ સ્‍થાન વ્‍હાઈટ હાઉસની અતિ વૈભવી સુવિધાની ઝલક : જગત જમાદાર અમેરીકાના પ્રમુખનું નિવાસ સ્‍થાન વોશિંગ્‍ટન રાજયમાં આવેલ છે જેનું નીર્માણ સને. ૧૭૯૨ થી ૧૮૦૦ ના ગાળામાં થયેલઃ પ્રમુખનું નીવાસસ્‍થાન વ્‍હાઈટ હાઉસ તરીકે ઓળખાય છે જેનો બાંધકામ ખર્ચ તે સમયે ૨૩૨૩૦૧ ડોલર (૨.૪ મીલીયન) થયેલ : વ્‍હાઈટ હાઉસને ઈ.સ. ૧૮૧૨ના યુધ્‍ધમાં બ્રિટીશ લશ્‍કરે આગને હવાલે કરી દીધેલઃ જેના કારણે બીલ્‍ડીંગને ખુબ જ નુકશાન થયેલ : જેથી ઈ.સ. ૧૮૧૭માં વ્‍હાઈટ હાઉસને વ્‍યાપક પ્રમાણમાં રીનોવેટ કરવામાં આવેલ અમેરિકાના પ્રમુખને દર સાલ ૪,૦૦,૦૦૦ ડોલર પગાર તથા ૫૦,૦૦૦ ડોલર વાર્ષિક ભથ્‍થુ મળે છેઃ પ્રમુખને તેના પરિવારને દેશ અને દુનીયામાં ફરવા માટે અતી આધુનીક એરફોર્સનું જેટ વિમાન અને હેલીકોપ્‍ટરનો કાફલો મળે છેઃ નિવળત પ્રમુખને ૨ લાખ ડોલરનું પેન્‍શન અને હેલ્‍થ કેર પેકેજ મળે છે વ્‍હાઈટ હાઉસ ૫૫૦૦૦ હજાર ચોરસ ફુટમાં પથરાયેલ છે : જેમાં ૧૩૨ રૂમ ૩૫ બાથરૂમ ને ૪૧૨ બારણાને ૧૪૭ બારીઓ છેઃ સને ૧૮૧૧માં પ્રમુખશ્રીનું નિવાસ સ્‍થાન બિલ્‍ડીંગનું નામ વ્‍હાઈટ હાઉસ રહેશે તેવી સરકારે સત્તાવાર જાહેરાત કરેલઃ વ્‍હાઈટ હાઉસમાં પ્રથમ પ્રેસીડન્‍ટ જહોન આદમ્‍સ ૧ નવેમ્‍બર ઈ.સ. ૧૮૦૦માં રહેવા આવેલ3:43 PM IST

કાલાવડ રોડ જાનકી પાર્કના ‘મનોરથ' મકાનમાં રહેતાં માંડલીયા પરિવારે પુત્રવધૂ પર ગુજાર્યો સિતમ : પરિણીતા પાસે દિયરે વારંવાર બિભત્‍સ માંગણી કરી, પતિએ ‘તું જ આવી છો, મારો ભાઇ આવુ ન કરે' કહી બેફામ માર માર્યો! : ઘરમાંથી કાઢી મુકીઃ લગ્નના દોઢ વર્ષ બાદ જ પતિએ ‘કંઇ આવડતું નથી' કહી ત્રાસ ગુજારવાનું ચાલુ કર્યુ હતું: દિયર છેડતી કરતો અને માથે જતાં બ્‍લેકમેઇલ કરવાની ધમકી પણ આપતો!: છેલ્લે પરિણીતાને કાઢી મુકી ત્‍યારે પણ-તમારી દિકરીને બીજા સાથે સંબંધ છે એવા હિન આક્ષેપો કર્યા : લગ્ન થયા ત્‍યારથી પરિણીતાને માવતર સાથે વાત કરવા સિવાય મોબાઇલ ફોન પણ વાપરવા દેતાં નહિઃ લગ્ન જીવન ટકાવી રાખવા તેણીએ સતત ત્રાસ સહન કર્યોઃ અંતે કાઢી મુકાતાં માલવીયાનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી4:42 PM IST