<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

લોકગાયક અને ભાજપ કાર્યકર વિજય સુવાળા પર જીવલેણ હુમલાનો પ્રયાસ :ફિલ્મી ઢબે ઈનોવા કારથી આંતર્યા

અમદાવાદના ત્રણ સહિત 7 જેટલા શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ

અમદાવાદ :લોકગાયક અને ભાજપ કાર્યકર વિજય સુવાળા પર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો. પ્રોગ્રામ મુદ્દે અમદાવાદના ત્રણ સહિત 7 જેટલા શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાળાની કારને ફિલ્મી ઢબે ઈનોવા કારથી આંતરીને 7 જેટલા લોકોના ટોળાએ જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, હુમલાખોરો તલવાર અને લાકડી સહિતના હથિયારો સાથે આવી પહોંચ્યા હતા. જો કે, વિજય સુવાળાના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી કાર ત્યાંથી ભગાવી દીધી જેને લઈને બંનેનો બચાવ થયો હતો. બાદમાં વિજય સુવાળાએ 100 નંબર ડાયલ કરી પોલીસની મદદ માગી હતી.

વિજય સુવાળાએ અમદાવાદના ત્રણ સહિત કુલ સાત લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં વિજય સુવાળાએ નવઘણ ગાટીયા, ફુલા રબારી, અનિલ રબારી સહિત સાત લોકો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

(11:04 PM IST)