<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

‘વન નેશન વન ઈલેક્‍શન' બિલ સંસદમાં રજૂ થવાની તૈયારી

આ બિલને વિસ્‍તૃત ચર્ચા માટે સંસદની સંયુક્‍ત સમિતિને મોકલાશે

નવી દિલ્‍હી, તા.૧૦: કેન્‍દ્ર સરકાર શિયાળુ સત્ર દરમિયાન જ સંસદમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી' બિલ રજૂ કરી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સરકારે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે કેબિનેટે એક દેશ એક ચૂંટણી પર રામનાથ કોવિંદ સમિતિના અહેવાલને પહેલા જ મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર હવે બિલ પર સર્વસંમતિ બનાવવા માંગે છે.

સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવ્‍યું હતું કે સરકાર હવે બિલ પર સર્વસંમતિ બનાવવા માંગે છે. આ સાથે તેને વ્‍યાપક ચર્ચા માટે સંયુક્‍ત સંસદીય સમિતિ અથવા જેપીસીને મોકલી શકાય છે.

જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. આ પ્રક્રિયામાં અન્‍ય હિતધારકોને પણ સામેલ કરવાની તૈયારી ચાલી રહી છે. આ માટે દેશભરના તમામ બુદ્ધિજીવીઓ તેમજ તમામ રાજ્‍ય વિધાનસભાના અધ્‍યક્ષોને બોલાવી શકાય છે. આ માટે સામાન્‍ય લોકોનો અભિપ્રાય પણ લેવો પડશે.

કેન્‍દ્ર સરકાર શરૂઆતથી જ એક રાષ્ટ્રની તરફેણમાં રહી છે. જો કે, હાલની સિસ્‍ટમમાં ફેરફાર કરવો એ ખૂબ જ પડકારજનક કાર્ય છે. આ માટે સર્વસંમતિ ખૂબ જ જરૂરી છે. દેશમાં વન નેશન વન ઇલેક્‍શન લાગુ કરવા માટે બંધારણમાં સુધારા માટે લગભગ ૬ બિલ લાવવા પડશે. આ તમામને સંસદમાં પસાર કરવા માટે બે તળતીયાંશ બહુમતની જરૂર પડશે.

કારણ કે વર્તમાન પરિસ્‍થિતિમાં બંને ગળહોમાં NDA પાસે સાદી બહુમતી છે. આ કારણોસર, સરકાર માટે લોકસભા અથવા રાજ્‍યસભામાં બે તળતીયાંશ બહુમતી મેળવવી મુશ્‍કેલ કાર્ય હોઈ શકે છે. જો આપણે વર્તમાન આંકડાઓ પર નજર કરીએ તો, NDA પાસે રાજ્‍યસભામાં ૧૧૨ બેઠકો છે અને વિરોધ પક્ષો પાસે ૮૫ બેઠકો છે, જ્‍યારે બે તળતીયાંશ બહુમતી માટે ૧૬૪ મતોની જરૂર છે.

તે જ સમયે, એનડીએ પાસે લોકસભામાં ૨૯૨ બેઠકો છે. જ્‍યારે લોકસભામાં બે તળતીયાંશ બહુમતીનો આંકડો ૩૬૪ છે. જો કે, એ નોંધનીય છે કે લોકસભામાં બહુમતીની ગણતરી સભ્‍યોના હાજર અને મતદાનના આધારે જ થશે. એનડીએ સરકાર શરૂઆતથી જ એક દેશ, એક ચૂંટણીના પક્ષમાં રહી છે. સરકાર હંમેશા એવી દલીલ કરે છે કે ચૂંટણી કરાવવાની વર્તમાન વ્‍યવસ્‍થા સમય, નાણાં અને મહેનતનો વ્‍યય છે. ત્‍યારે વિકાસના કામો પર બ્રેક લગાવનાર ચૂંટણી પહેલા જાહેર કરાયેલી આદર્શ આચારસંહિતાનો પ્રશ્ન છે

(3:26 PM IST)