News of Tuesday, 10th December 2024
પંચાયતની કેન્ટીનનો વિવાદઃ પુરાવા રજુ કરવા નોટીસ

રાજકોટ, તા. ૧૦: જિલ્લા પંચાયત કચેરી સંકુલમાં આવેલ કેન્ટીનનો મામલો કોર્ટમાં પહોચ્યો છે. નવી પંચાયત કચેરી બનાવવા માટે અડચણરૂપ કેન્ટીન હટાવવાની પંચાયતની હિલચાલ સામે કેન્ટીન સંચાલક કોર્ટમાં ગયા છે. જેની સુનાવણની ગઇકાલની મુદત હતી, હવે પછી તા. ર૩ ડીસેમ્બરની મુદત પડવાનું જાણવા મળેલ છે.
વર્ષોથી કેન્ટીનનો કબજો ધરાવતા સંચાલકને જિલ્લા પંચાયતને કબજાની કાયદેસરતા સાબિત કરે તેવા પુરાવા રજુ કરવા નોટીસ આપ્યાનું જાણવા મળે છે.
(4:41 PM IST)










