News of Tuesday, 10th December 2024
માઉન્ટ આબુમાં માઈનસ 2 ડિગ્રી ! બરફની ચાદર પથરાતા લોકો ઠુંઠવાયા :
માઉન્ટ આબુનું તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે આવ્યું :ઝાકળના ટીપા બરફમાં ફેરવાઈ ગયા:ઝાકળના ટીપાં કારની છત અને મેદાની પ્રદેશોમાં થીજી ગયા

રાજસ્થાનના લોકપ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે ઠંડી પડી રહી છે. અહીં બરફની ચાદર પથરાઈ જતા લોકો ધ્રુજી ગયા છે. લોકો ઠંડીથી બચવા માટે તાપણા અને ગરમ કપડાંઓનો સહારો લઈ રહ્યા છે. હાલમાં અહીંનું તાપમાન માઈનસમાં હોવાનું અનુમાન છે. ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો પર બરફ જામેલો જોવા મળી રહ્યો છે.
માઉન્ટ આબુમાં ઠંડીની મજા માણવા માટે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીની અસર માઉન્ટ આબુમાં જોવા મળી છે. આજે શહેરનું તાપમાન માઈનસમાં રહેવાની સંભાવના છે. આજે શહેરનું લઘુત્તમ તાપમાન માઈનસ 2 ડિગ્રીએ પહોંચી ગયું છે.
માઉન્ટ આબુનું તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે આવી ગયું છે. ઝાકળના ટીપા બરફમાં ફેરવાઈ ગયા છે. ઝાકળના ટીપાં કારની છત અને મેદાની પ્રદેશોમાં થીજી ગયા છે.
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
