તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 10th December 2024
લો બોલો...હવે બૂટલેગરો એ ટાપુ પર દારૂનું ગોડાઉન બનાવ્યું:પાણીમાં આવેલ ટાપુ પરથી કિ.રૂ.17.31 લાખનો ઇગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી LCB ટીમ, નર્મદા
ગરુડેશ્વર તાલુકાના ગઘેર ગામ નજીક આવેલા નર્મદા નદીના ટાપુ પરથી એલસીબીએ અંગ્રેજી દારૂનો જથ્થો પકડી મોટી સફળતા મેળવી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા પોલીસ વડા પ્રશાંત સુંબે નાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા શખ્શો પર વોચ રાખી તથા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા અસરકારક કામગીરી કરવા તથા આર.જી. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ જીલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ તથા હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં પ્રોહીબીશનના કેસો કરવાના સુચના આપતા એલ.સી.બી. ટીમના માણસો પ્રોહી. અંગેની વોચમાં તેમજ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદા નાઓને માહીતી મળેલ કે ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તારના ગઘેર અને કાટખાડી ગામની વચ્ચે પાણીમાં આવેલ એક ટાપુ ઉપર વિદેશી દારૂની હેરફેર નાવડીઓ મારફતે થતી હોય અને મોટા પ્રમાણમાં જથ્થો ઉતરેલ હોય જે બાતમીના આધારે આર.જી .ચૌધરી, પો.ઇન્સ. એલ.સી.બી. તથા ડી.કે.રાઠોડ, પો.સ.ઈ. એલ.સી.બી.નર્મદાનાઓએ તેમની ટીમ મારફતે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં સ્થળ ઉપરથી વિદેશી દારૂની નાની-મોટી બોટલ મળી કુલ- ૧૩,૪૭૯ કિમત રૂપિયા ૧૭,૩૧,૨૯૭/-નો વિદેશી દારૂ મળી આવતા તમામ મુદ્દામાલ જપ્ત કરી ગરૂડેશ્વર પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ ગુનામાં (૧) ભદ્રેશ ઉર્ફે કાલુ નિકુલભાઇ તડવી (રહે. જુના કોટ, રાજપીપલા(૨) હોનજીભાઈ ગુરજીભાઈ વસાવા તથા (૩) અંબુભાઇ શામજીભાઇ વસાવા,( બંને રહે.ગધેર, તા.ગરૂડેશ્વર, જી.નર્મદા) નાઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
