<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

મોરબી જીલ્લાના ર૦૮ પોલીસ કર્મીઓની બદલી

S.M.C.ના દરોડા બાદ ભ્રષ્ટાચાર અટકાવવા જીલ્લા પોલીસ વડા ત્રિપાઠી આકરાપાણીએ બે દિ' પહેલા ૭ પીએસઆઇ અને ૧૮ પોલીસ કર્મચારીઓની બદલી કરાઇ'તી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૦ :.. મોરબીમાં સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા લજાઈ પાસેના હાઈપ્રોફાઈલ જુગારધામમાં ગેરરીતિની તપાસ કર્યા બાદ બે સ્થળોએ દરોડા પાડીને સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે ત્યારે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ બે દિવસ પહેલા   ૭ પીએસઆઈ અને ૧૮  પોલીસ કર્મચારીઓની બદલી કરી હતી તો હવે વધુ ૨૦૮  પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.

જેમાં એ ડિવિઝનમાંથી ૩૭, બી ડિવિઝનમાંથી ૧૯, વાંકાનેર સિટીમાંથી ૨૩, વાંકાનેર તાલુકામાંથી ૨૦, ટંકારામાંથી ૧૮, મોરબી તાલુકામાંથી ૨૪, માળિયામાંથી ૨૦ અને હળવદમાંથી ૧૯ જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

ટંકારા જુગાર કલબ તોડકાંડ અને કોલસા ચોરી કૌભાંડમાં સ્ટેટ વિજીલન્સે કરેલ તપાસમાં ચોંકાવનારા ભ્રષ્ટાચારના ભાંડાફોડ બાદ જીલ્લા પોલીસ વડાએ રાહુલ ત્રિપાઠીએ ભ્રષ્ટાચાર નાબુદ કરવા જીલ્લા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કર્યા છે.

(2:29 PM IST)