News of Tuesday, 10th December 2024
જસદણના પાટીદાર ભવન ખાતે સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ
દીકરીઓ ઉપર થતા અત્યાચાર, વ્યાજખોરી, ગુંડાગીરી સામે ઉગ્ર લડત આપવાનું દિનેશભાઈ બાંભણિયા, અલ્પેશભાઈ કથીરિયા, મનોજભાઈ પનારા સહિતના અગ્રણીઓનું એલાન એલાન

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૦ : જસદણ તાલુકાના પાટીદાર યુવાનોનું સંગઠન કરવા માટે એક નવી પહેલ ધ્વારા પાટીદાર સમાજના દિકરા-દિકરી ઓને ખોટી રીતે કનડગત, જમીન પડાવી લેવી, ખોટી રીતે દિકરીઓને ભગાડી જવી, વ્યાજખોરી, ગુંડાગીરી, લુખ્ખાગીરી જેવા ઙ્ક'ોમાં ઉકેલ આવે અને પરિવારને યોગ્ય ન્યાય મળે તે હેતુથી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દિનેશભાઈ બાંભણિયા, મનોજભાઈ પનારા, અલ્પેશભાઈ કથીરિયા, નયનભાઈ જીવાણી તેમજ જીગ્નેશભાઈ કાલાવડીયા સહિત જસદણના પાટીદાર આગવનો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર સમાજની દીકરીઓ સાથે થઈ રહેલા અન્ય બાબતે તેમજ વ્યાજખોરિ અને ગુંડાગર્દીનો ભોગ બનનાર વ્યકિતઓ સાથે મુલાકાત તેમજ અન્ય સમસ્યાઓ અને બાબતોથી પીડિત વ્યકિતઓની સમસ્યાઓને દૂર કરવા તેમજ તેમના ઉકેલ અને નિકાલ માટેન આયોજનના ભાગરૂપે પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મનોજભાઈ પનારાએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના લોકો ઉપર થઈ રહેલા અત્યાચાર અને જસદણ પંથકમાં દીકરીઓ સાથે બનતા બનાવ બાબતે આગામી દિવસોની અંદર તેમની સાથે થતા અન્યાય અને અત્યાચારો અટકાવવા માટેની બાબતોને લઈને બેઠકો તેમજ નિર્ણયો લેવામાં આવશે તેવું જણાવ્યું છે. અલ્પેશભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે, જસદણ તાલુકા વિસ્તારમાં આવેલા વિસ્તારો માટે યોજવામાં આવેલ આ બેઠક મીટીંગની અંદર મુખ્યત્વે બનતી ઘટનાઓ જેમાં પાટીદાર સમાજની દીકરીઓને લલચાવી ફોસલાવી અને ભગાડી જવી તેમજ અન્યાય અને અત્યાચાર સામે કેવી રીતે લડવું અને આગામી પગલા લેવા બાબતે સામાજિક સંમેલન યોજી નિરાકરણ લાવવા માટેના વિચારો અને તેમની અમલવારી બાબતે ચર્ચાઓ કરવામાં આવી છે. જસદણ પાટીદાર ભવનના અગ્રણી દિનેશભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજના લોકો તેમજ યુવક યુવતીઓને જાણે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો હોય અને લુખ્ખા તત્વો પોતાની હદ વટાવી અને ટાર્ગેટ બનાવી રહ્યા હોય તેવા બનાવો સામે આવ્યા છે ત્યારે આ બાબતે પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજના લોકો તેમાંથી બહાર કેમ આવે અને આવા લુખ્ખા તત્વો સામે લડી લેવા તેમજ તેમને ભાન કરવા માટેના નિર્ણય લેવા માટે અને નિરાકરણ લેવા માટેના ઙ્કયત્નો હાથ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. વધુમાં દિનેશભાઈ બાંભણિયાએ ઉમેર્યું હતું કે જસદણ વિસ્તારમાં અંદાજે ૧૦ જેટલી દીકરીઓ આ પ્રકારે ભોગ બની છે તેની ગંભીરતા લઈને સરકારનું પણ ધ્યાન દોરવામાં આવશે. વ્યાજના વિષચક્ર અંગે દિનેશભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું કે જે યુવાન વ્યાજ ના વિષચક્રમાં ફસાયો હોય અને વ્યાજ ન ભરે તેમનુ પાટીદાર ભવન દ્વારા સન્માન કરવામાં આવશે.પાટીદાર સમાજના લોકોની જમીન પચાવી પાડવી સહિતની ગેરરીતિઓ સામે લડત આપવામાં આવશે
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
