<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

ઉપલેટામાં આહીર સમાજના ચતુર્થ સમૂહ લગ્નમાં ૧૯ નવદંપતીઓના પ્રભુતામાં પગલાં

 

(જગદીશ રાઠોડ દ્વારા). ઉપલેટા તા. ૧૦: ઉપલેટા સમસ્‍ત આહિર સમાજના ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ૧૯ જેટલા નવ-દંપતિઓએ પ્રસંગે પ્રભુતામાં પગલાં માંડ્‍યા હતા અંદાજિત વીસ જેટલી વસ્‍તુઓ આપી હતી અને સમૂહ લગ્નની સાથે સાથે રક્‍તદાન કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો.

આ સમૂહ લગ્ન મહોત્‍સવમાં જાનના સામૈયા ઉપલેટા શહેરના મુખ્‍ય માર્ગો પરથી પસાર કરવામાં આવ્‍યો હતો જેમાં ઠાઠ-માઠ સાથે આહીર સમાજના પુરૂષો અને મહિલાઓ પરંપરાગત પહેરવેશમાં પણ જોવા મળ્‍યા હતા ત્‍યારે આ સમૂહ લગ્નના સામૈયા જોવા માટે તેમજ આ સમૂહ લગ્નમાં સામિલ થવા માટે લોકો પણ બહોળી સંખ્‍યામાં ઉમટી પડ્‍યા હતા.

આયોજન માટે છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી ત્‍યારે આ તૈયારીઓ બાદ ઉપલેટા શહેરના કળષ્‍ણ કેક ઓઇલ મીલના ગ્રાઉન્‍ડ ખાતે ૧૯ નવ-દંપતિઓના સમૂહ લગ્નનું  આયોજન કરવામાં આવ્‍યું હતું

ચતુર્થ સમૂહ લગ્નની અંદર હજારોની સંખ્‍યામાં લોકો આ સમૂહ લગ્નમાં સહભાગી થઈ અને નવ-દંપત્તિઓને આશીર્વાદ અને આશીર્વચન પણ આપ્‍યા હતા.

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ગુજરાત રાજ્‍યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ મુખ્‍યમંત્રીના પ્રતિનિધિ તરીકે ગોવિંદભાઈ કાનગડ, જેઠાભાઈ પાનેરા, માજી ધારાસભ્‍ય છગનભાઈ સોજીત્રા, લલીતભાઈ વસોયા, પ્રવીણભાઈ માકડીયા તેમજ ઉપલેટા અને આસપાસના પંથકના આહીર સમાજ તેમજ અન્‍ય સમાજના આગેવાનો અગ્રણીઓ સહિતના સૌ કોઈ લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:14 PM IST)