<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

મહિલા નાગા સાધુઓ વિશે જાણવા જેવી વાતો : મહિલા નાગા સાધુના દર્શન અત્‍યંત શુભ માનવામાં આવે છે

પ્રયાગરાજમાં નાગા સાધુઓ આવવા લાગ્‍યા

 

 

પ્રયાગરાજ :યુપીનું પ્રયાગ રાજ ૧૨ વર્ષો પછી ફરી મહાકુંભ માટે સજ્જ છે. અહીં ૧૩ જાન્‍યુઆરી થી ૨૬ ફેબ્રુઆરી,૨૦૨૫ સુધી મહાકુંભ મેળાનું આયોજન થવાનું છે જેમાં ભાગ લેવા માટે માત્ર ભારત જ નહીં દુનિયાભરમાંથી લોકો આવે છે.

એવી માન્‍યતા છે કે કુંભ મેળા દરમ્‍યાન ગંગા નદીમાં આ સ્‍થાને ડુબકી લગાવવાથી વ્‍યકિતના બધા પાપ ધોવાય જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે ઋષિઓના કાળથી યોજાતા આ મેળામાં ભાગ લેવા માટે પ્રયાગ રાજયમાં નાગા સાધુઓનો જમાવડો થવા લાગ્‍યો છે. તેમા મહિલા નાગા સાધુઓ પણ સામેલ છે. તેઓ પણ સાહી સ્‍નાન માં ભાગ લેશે. આવો જાણીએ કે કેવી રીતે કોઇ મહિલા  નાગા સાધુ બને છે અને શું છે તેમના માટે નિયમ

આદિગુરૂ શંકરાચાર્યએ સનાતન ધર્મની સ્‍થાપના માટેના ઘણાં પગલા લીધા હતાં તેમાંથી એક હતુ  દેશના ચારે ખૂણે જ પીઠોનું નિર્માણ. શંકરાચાર્યએજ સૌથી પહેલા અખાડા બનાવ્‍યા હતા. વર્તમાન સમયમાં અખાડાઓની સંખ્‍યા વધીને ૧૪ થઇ ગઇ છે. નાગા સાધુ કોઇ ને કોઇ અખાડા સાથે જોડાયેલ હોય છે. તેમાં મહિલા નાગા સાધુ પણ હોય છે. મહિલા નાગા સાધુઓનું જીવન અત્‍યંત દૂષ્‍કર હોય છે. તેમને કેટલાયે વર્ષો સુધી કઠણ તપ કરવું પડે છે.

કોઇ પણ મહિલાએ નાગા સાધુ બનવા માટે સૌ પહેલા ૧૦ વર્ષો સુધી બ્રમ્‍હચર્યનું પાલન કરવું પડે છે. આમ કર્યા પછી જ નાગા સાધુઓ દ્રારા એ નક્કી કરવામાં આવે છે કે મહિલાને નાગા સાધુ બનાવવી કે નહી.નાગા મહિલા સાધુ સંપુર્ણ પણે મોહ માયાથી મુકત થઇ ચુકી છે કે નહીં તેની તપાસ કરવા અખાડાના સાધુ મહિલાના ઘર પરિવારની સંપૂર્ણ તપાસ કરે છે. મહિલા નાગાસાધુને  અખાડાના બધા સાધુઓ અને સંતો માતા કહે છે અને બહુ સન્‍માન આપે છે.

નાગા સાધુ બનવા માટે મહિલા એ માથે મૂડન કરાવવું પડે છે. એટલું જ નહીં જીવતા જીવ પોતાનું પીંડ દાન કરવું પડે છે. ત્‍યાર પછી મહિલા નાગા સાધુ પોતાને મૃત માની લે છે. તે સ્‍વીકારી લે છે કે હવે તે એક આધ્‍યાત્‍મક ની સફર પર નીબળી પડી છે. અને હવે તેનું સમગ્ર જીવન ઇશ્વરને સર્મપિત છે. મહિલા નાગા સાધુ જંગલો, ગુફાઓ અને પહાડો પર રહે છે. અને ભગવાન શિવની ભકિત કરે છે. તેઓ કુંભમેળા જેવા ખાસ અવસરે જ દુનિયાની સામે આવે છે.

પુરુષ નાગા સાધુઓની જેમ મહિલા નાગા સાધુ નિર્વષા નથી રહેતી પણ ભગવા વષાો ધારણ કરે છે. આ વષાો કયાંય થી પણ સીવેલા નથી હોતા. આ વષા તેમના તનને ઢાંકવા માટે હોય છે. તેમના માથે તિલક હોય છે. પુરુષ નાગા સાધુની જેમ જ તેઓ પણ પોતાના આખા શરીરે ભસ્‍મ લગાવે છે.

કુંભ મેળામાં વિભીન્ન અખાડાના નાગા સાધુઓ એક બીજાને મળે છે અને પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે છે. કુંભમેળા દરમ્‍યાન નાગા સાધુઓને પોતાની પરંપરા, જ્ઞાન અને સાધનાનું પ્રદર્શન કરવાનો અવસર મળે છે. કુંભમેળામાં ગંગા, યમુના અને સરસ્‍વતીના સંગમમાં શાહી સ્‍નાનનું ખાસ મહત્‍વ છે.

 નાગાબાબા આ ખાસ અવસરે ૧૨ વર્ષ પછી સ્‍નાન કરીને પોતાની તપ અને સાધના સિધ્‍ધ કરે છે.શાહી સ્‍નાનમાં મહિલા નાગા સાધુઓ પણ ભાગ લે છે.

 મહિલા નાગા સાધુ પુરૂષ નાગા સાધુઓએ સ્‍નાન કર્યા પછી જ શાહી સ્‍નાન કરે છે.તેઓ અલગ જગ્‍યાએ શાહી સ્‍નાન કરે છે. મહિલા નાગા સાધુ કુંભ અથવા મહાકુંભ મેળા દરમ્‍યાન પવિત્ર નદીઓમાં સ્‍નાન કર્યા પછી તરત જ જંગલોમાં તપ કરવા જતી રહે છે. એ જ કારણ છે કે બહુ જ ઓછા લોકો તેમના દર્શન કરી શકે છે. મહિલા નાગા સાધુના દર્શન અત્‍યંત શુભ માનવામાં આવે છે.(૪૦.૮)

 

મહાકુંભ ૨૦૨૫ના શાહી સ્‍નાનની તિથિઓ

૧. ૧૩ જાન્‍યુઆરી ૨૦૨૫ પોષીપુનમના દિવસે પહેલું શાહી સ્‍નાન

ર. ૧૪ જાન્‍યુઆરી ૨૦૨૫ મકરસંક્રાંતિએ બીજુ શાહી સ્‍નાન

૩. ૨૯ જાન્‍યુઆરી ૨૦૨૫ મૌની અમાસના દિવસે ત્રીજુ શાહી સ્‍નાન

૪. ૩ ફેબ્રુઆરી વસંત પંચમીએ ચોથું શાહી સ્‍નાન

પ. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ મધપૂર્ણિમાના દિવસે પાંચમું શાહી સ્‍નાન

૬. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ મહાશિવરાત્રીના દિવસે અંતિમ શાહી સ્‍નાન(

(4:35 PM IST)