<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ: વિપક્ષે લગાવ્યા ગંભીર આરોપ

વિપક્ષે કલમ 67(B) હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો: લગભગ 70 સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી : ઈન્ડિયા એલાયન્સે સંસદના શિયાળુ સત્રમાં રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. રાજ્યસભાના અધ્યક્ષની કામગીરીથી નારાજ વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે.

  વિપક્ષે કલમ 67(B) હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. લગભગ 70 સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને અન્ય ઘણી નાની પાર્ટીઓ આ પ્રસ્તાવ પર એક થઈ ગઈ છે.

   ઓગસ્ટમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પણ વિપક્ષે સભાપતિ વિરુદ્ધ હસ્તાક્ષર અભિયાન ચલાવ્યું હતું. પરંતુ તે સમયે કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે ઈન્ડિયા બ્લોક એના ઘણા નેતાઓએ સભાપતિ જગદીપ ધનખડ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. આ સિવાય વિપક્ષ તેમના પર પક્ષપાતી વલણ દાખવવાનો આરોપ લગાવી રહ્યો છે.

 

કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહે સભાપતિ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, 'વિપક્ષ સતત સદન ચલાવવાની માંગ કરી રહ્યો છે, પરંતુ સભાપતિ ધનખડ શાસક પક્ષને સદનમાં મડાગાંઠ સર્જવાની તક આપી રહ્યા હતા. સભાપતિનું આ પક્ષપાતી વલણ લોકશાહીની વિરુદ્ધ છે.' રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું હતું કે, 'આવું કરીને લોકશાહીની હત્યા ન કરવી જોઈએ.'

(2:08 PM IST)