News of Tuesday, 10th December 2024
દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર અમેરિકન નાગરિક પાસેથી સેટેલાઇટ ફોન મળ્યો :ધરપકડ
પોલીસ અને અન્ય સંબંધિત એજન્સીઓ દ્વારા અમેરિકન નાગરિકની પૂછપરછ

ઉત્તરાખંડના દેહરાદૂનમાં જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર CISFની તપાસ દરમિયાન એક અમેરિકન નાગરિક પાસેથી સેટેલાઇટ ફોન મળી આવ્યો હતો.
દેહરાદૂનના એસપી સિટી પ્રમોદ કુમારે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે પ્રતિબંધિત સેટેલાઇટ ફોન મળી આવ્યા બાદ અમેરિકન નાગરિક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અમેરિકન નાગરિક ઈ-ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો અને ઋષિકેશમાં મિત્રના ઘરે રોકાયો હતો. પોલીસ અને અન્ય સંબંધિત એજન્સીઓ દ્વારા અમેરિકન નાગરિકની પૂછપરછ કરવામાં આવી રહી છે
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
