તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th December 2024
વિસાવદર તાલુકા કારડીયા રાજપૂત સમાજના પીઢ અગ્રણી સ્વર્ગીય ભાયાભાઈ કેશવભાઈ દાહીમાના ધર્મપત્નિ વિજયામાંનુ અવસાન : ગુરૂવારે બેસણુ

વિસાવદર : તાલુકા કારડીયા રાજપૂત સમાજના પીઢ અગ્રણી સ્વર્ગીય ભાયાભાઈ કેશવભાઈ દાહીમાના ધર્મપત્નિ વિજયામાં (ઉ.વ.૮૫) તે રણજીતસિંહ દાહીમા (બાંધકામ સુપરવાઈઝર, નગરપાલિકા, વિસાવદર), જીતેન્દ્રસિંહ દાહીમા, ઉદયસિંહ દાહીમા (એડવોકેટ)ના માતૃશ્રી તથા જયદીપસિંહ, દિલીપસિંહ, સત્યજીતસિંહ, આદિત્યસિંહ, નમનસિંહના દાદીમાંનુ તા.૧૦-૧૨- ૨૦૨૪ મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રામાં સગા, સંબંધીઓ, જ્ઞાતિજનો તથા વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતા અને શોકાંજલી અર્પણ કરી હતી. સ્વર્ગસ્થ વિજયામાંનુ બેસણુ તા.૧૨-૧૨-૨૦૨૪ ગુરૂવારના રોજ સાંજે ૪થી ૬ નિવાસસ્થાન: "પરિશ્રમ" ગાયત્રી પ્લોટ, વિસાવદર ખાતે રાખેલ છે. (મો.૯૪૨૬૯ ૪૫૪૬૪).
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
