<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

કાશ્મીર, શિમલા અને ઉત્તરાંખડમાં હિમવર્ષા:પ્રદેશ બરફની ચાદરમાં ઢંકાયો: મનમોહક દ્રશ્યો સર્જાયા :પર્યટકોમાં ખુશી

શિમલામાં તાજી હિમવર્ષા બાદ અહીંના ઘરો અને ઈમારતો બરફથી ચાદર છવાઈ :ઠંડીના મોસમની પહેલી હિમવર્ષા બાદ સંપૂર્ણ કેદારનાથ ધામ બરફથી ઢંકાઈ ગયું

નવી દિલ્હી :કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ છે. આ સ્નૉફૉલને કારણે અહીંની ટેકરીઓ, ખીણો, મંદિરો અને નગરોને બરફની સફેદ ચાદરથી જાણે ઢંકાઈ ગઈ છે એવું લાગી રહ્યું છે. આ મનોરમ્ય દ્રશ્યો દેખાઈ રહ્યા છે.

ઠંડી વધતાં તાપમાનમાં ભારે ઘટાડો થતાં, ભારતના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના શિમલામાં સોમવારે હિમવર્ષા બાદ યુવતીઓ બરફથી ઢંકાયેલ પાર્કમાં મસ્તી કરતી જોવા મળી હતી

હિમાચલ પ્રદેશના શિમલામાં સોમવારે તાજી હિમવર્ષા બાદ અહીંના ઘરો અને ઈમારતો બરફથી ઢંકાઈ ગઈ છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સોમવારે ઠંડીના મોસમની પહેલી હિમવર્ષા બાદ સંપૂર્ણ કેદારનાથ ધામ બરફથી ઢંકાઈ ગયેલું જોવા મળી રહ્યું છે

. હિમાચલ પ્રદેશની ધર્મશાળાના પાલમપુરથી જોવા મળેલી હળવી હિમવર્ષા પછી ધૌલાધર પર્વતમાળાનું આ મનમોહક દૃશ્ય જોવા મળ્યું હતું 

ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના તંગમાર્ગમાં રવિવારે હળવી હિમવર્ષા દરમિયાન એક મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી છે.

(12:03 AM IST)