News of Tuesday, 10th December 2024
સાવલીમાં ટ્રેક્ટરની અડફેટે આધેડનું ઘટના સ્થળે મોત
ટ્રેક્ટરએ આધેડ બુધાભાઈને અડફેટે લેતા માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇર્જાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું

વડોદરા જિલ્લાના સાવલી નગરમાં આજે માતા ભાગોળ વિસ્તારમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં માતેલા સાંઢ ની માફક પૂર ઝડપે દોડી રહેલ ટ્રેક્ટરે એક આધેડને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના સાવલી નગરના માતા ભાગોળ વિસ્તારમાં 55 વર્ષીય બુધાભાઈ પરમાર ચાલતા જઈ રહ્યાં હતા દરમિયાન પાછળ થી પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રેક્ટરએ આધેડ બુધાભાઈને અડફેટે લેતા બુધાભાઈને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇર્જાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું
અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર ઘટના સ્થળે મુકીને ફરાર થઇ ગયો હતો અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે બુધાભાઈ પરમાર ના મૃતદેહને સાવલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
