<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

અમદાવાદના ઇસનપુરમાં બિલ્ડર સહીત બે વ્યક્તિ પીધેલા પકડાયા :કારમાંથી 1 કરોડ રોકડા અને દારૂની બોટલ મળી

ઇસનપુર ચાર રસ્તાથી સૂર્યનગર ચોકી તરફથી આવતી કારને રોકીને પોલીસે તપાસ કરતા ધનરાજ પટેલ અને બિરજુ પટેલ બંને દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા: કારની ડેકીમાંથી બે થેલામાંથી એક કરોડ રુપિયા તેમજ વિદેશી દારૂની બોટલ મળી

અમદાવાદના ઇસનપુરમાં બિલ્ડર સહીત બે વ્યક્તિ પીધેલા પકડાયા છે કારમાંથી 1 કરોડ રોકડા અને દારૂની બોટલ મળી છે

પોલીસ તપાસમાં બે માંથી એક વ્યક્તિ બિલ્ડર હોવાનું સામે આવ્યું હતું. અને તેની પાસેથી મળેલા રૂપિયા ધંધાના હોવાનું પૂછપરછમાં સામે આવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે. 

ઇસનપુર પોલીસ સ્ટેશનમાં PSI એ નોંધાવેલી ફરિયાદ મુજબ રવિવારે પોલીસની ટીમ વાહન ચેકિંગની કામગીરીમાં લાગેલી હતી. આ દરમિયાન ઇસનપુર ચાર રસ્તાથી સૂર્યનગર ચોકી તરફથી આવતી એક કારને રોકીને તપાસ હાથ ધરાતા તેમાં ધનરાજ પટેલ અને તેની બાજુમાં બેઠેલો બિરજુ પટેલ બંને દારૂ પીધેલી હાલતમાં હતા.

પોલીસે કારની તપાસ કરતા ડેકીમાંથી બે થેલામાંથી એક કરોડ રુપિયા તેમજ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આ અંગે પોલીસે પૂછપરછ કરતા ધનરાજ પોતે બિલ્ડર હોવાનું કહ્યું હતું અને તેની પાસેથી મળેલા એક કરોડ પોતાની કન્સ્ટ્રક્શન સાઈટના બુકિંગના છે. વધુમાં ધનરાજે તેની પાસે દારુ પીવાની પરમીટ હોવાનું જણાવ્યું હતું. જોકે ડેકીમાંથી મળેલી વિદેશી દારૂની બોટલ પરમીટ સિવાયની હોવાથી પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:59 AM IST)