<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

૭ દીપડા પાવાગઢથી કચ્‍છના નારાયણ સરોવર પહોંચ્‍યાઃ ૬૦૦ કીમીની સફર પૂર્ણ કરી

કચ્‍છમાં જંગલ સફારી ઇકો ટુરિઝમનું નવુ સ્‍પોટ બનશેઃ વિવિધ જીલ્લાઓમાં ઝડપાયેલા દિપડાઓને અહીંની સેન્‍ચ્‍યુરીમાં રખાશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦:  રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાં માનવ વસાહત સુધી પહોંચી રહેલ દીપડાઓ મુશ્‍કેલીરૂપ સર્જી રહ્યા છે. તે વચ્‍ચે પાવાગઢથી ૭ દીપડાઓ અંદાજે ૬૦૦ કિલોમીટરનો પ્રવાસ કરી કચ્‍છના નારાયણ સરોવર પહોંચ્‍યા છે. જોકે, આ એમની સરકારી સફર છે. ગુજરાત સરકાર દ્વારા દીપડાઓના સરંક્ષણ માટે ખાસ આયોજન કરાયું છે. જે રાજ્‍યમાં દીપડાઓના રક્ષણની સાથે પ્રવાસન માટે પણ એક મહત્‍વનું આકર્ષણ થશે. કચ્‍છમાં જંગલ સફારી ઇકો ટુરિઝમનું એક નવું સ્‍પોટ બનશે. વિસ્‍તારથી વાત કરીએ તો સરકાર દ્વારા વનતંત્રના નેજા હેઠળ કચ્‍છના નારાયણ સરોવર મધ્‍યે દીપડાઓના સરંક્ષણ માટે ખાસ સેન્‍ચુરીનું નિર્માણ કરાયું છે. તે અંતર્ગત વિવિધ જિલ્લાઓમાંથી ઝડપાયેલા દીપડાઓને અહીં આ સેન્‍ચુરીમાં રાખવામાં આવશે. આ આયોજન તળે હવે પાવાગઢથી ૭ દીપડાઓને પાંજરામાં કચ્‍છના નારાયણ સરોવર લઈ અવાયા છે. અંદાજે ૬૨૫ કીમી ની રોડ રસ્‍તે સફર ખેડી આ દીપડાઓ અહીં પહોંચી આવ્‍યા છે. જોકે, હજી એમને ખુલ્લામાં મુકાયા નથી. વિધિવત રીતે હવે સેન્‍ચુરીના લોકાર્પણ અને ઇકો ટુરિઝમનો પ્રારંભ કરાશે ત્‍યારે તેમને જમીન ઉપર મુક્‍ત વિહાર માટે છુટા મુકાશે. નારાયણ સરોવર કોટેશ્વર આવતા પ્રવાસીઓ માટે ઈકો ટુરિઝમ નવું નજરાણું બનશે

(11:22 AM IST)