<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

વર્ષ ૨૦૨૫માં ગુજરાત કેડરના છ સિનિયર અધિકારીઓ નિવળત્ત થશે : મોટા પાયે બઢતી અને બદલીની શકયતાઓ

રાજ્‍યના અગ્ર સચિવ કક્ષાના છ સિનિયર આઈએએસ અધિકારીઓ વય-નિવળત્તિએ પહોંચશે

નવી દિલ્‍હી, તા.૧૦: ૨૦૨૫માં ગુજરાત સરકારના વહીવટી તંત્ર માટે મહત્ત્વના ફેરફારોનું વર્ષ સાબિત થઈ શકે છે. કારણ કે, રાજ્‍યના અગ્ર સચિવ કક્ષાના છ સિનિયર આઈએએસ અધિકારીઓ વય-નિવળત્તિએ પહોંચશે. આથી, રાજ્‍યમાં વહીવટની સતત કાર્યક્ષમતા જાળવવા માટે મોટા પાયે બદલી અને બઢતીની કવાયત શરૂ થવાની શકયતાઓ છે.

હાલના મુખ્‍ય સચિવ રાજકુમાર, જેઓ ૧૯૮૭ બેંચના આઈએએસ અધિકારી છે, જાન્‍યુઆરી ૨૦૨૫માં નિવળત્ત થવાના છે. જો તેમને સરકાર દ્વારા કાર્યકાળના વિસ્‍તારની મંજૂરી ન મળે, તો આગામી મુખ્‍ય સચિવ તરીકે ૧૯૮૯ બેંચના પંકજ જોશીનો ભવિષ્‍યમાં પદભાર સંભાળવાની સંભાવના છે. તેમ છતાં, પંકજ જોશી ફક્‍ત ૧૦ મહિના માટે જ આ પદ પર રહી શકશે, કારણ કે તેઓ ઓક્‍ટોબર ૨૦૨૫માં નિવળત્ત થવાના છે.

૧૯૮૯ બેંચના અન્‍ય અધિકારીઓમાં ભારત સરકારમાં કાર્યરત શ્રીનિવાસ, તેમજ હાયર એન્‍ડ ટેકનિકલ વિભાગના સુનયના તોમરનો સમાવેશ થાય છે. જો શ્રીનિવાસને કેન્‍દ્રમાંથી પાછા બોલાવવામાં આવે, તો તેઓ પંકજ જોશી બાદ મુખ્‍ય સચિવ પદે બેસી શકે છે. આ સંજોગોમાં, રાજ્‍ય સરકારને લાયક, અનુભવી અને લાંબા સમય સુધી પદે રહેનારા અધિકારીઓની પસંદગી માટે સચોટ આયોજન કરવું પડશે.૨૦૨૫માં જુલાઈ મહિનામાં કમલ દયાની અને જે.પી. ગુપ્‍તા નિવળત્ત થશે, જ્‍યારે એસ.જે. હૈદર અને સુનયના તોમર ડિસેમ્‍બરમાં વય-નિવળત્ત થવાના છે. આ ફેરફારો રાજ્‍યના વહીવટી તંત્ર માટે નવા ચહેરાઓને આગળ લાવવાનો મોકો પૂરો પાડશે, પરંતુ તેમ સાથે સાથે બઢતી માટે દાવેદાર અધિકારીઓ વચ્‍ચે તીવ્ર સ્‍પર્ધા પણ સર્જશે.રાજ્‍ય સરકાર માટે મુખ્‍ય સચિવ પદની સતત સ્‍થિરતા જાળવી રાખવી એક મોટી પડકારરૂપ કસરત સાબિત થઈ શકે છે. જો પંકજ જોશી ૨૦૨૫માં મુખ્‍ય સચિવ પદે બેસે છે, તો પણ તેમના વધુ પડતા ટૂંકા કાર્યકાળને કારણે આગામી મુખ્‍ય સચિવ માટે ફરીથી ચર્ચાઓ શરૂ થશે.

(4:28 PM IST)