<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

ફિલિપાઈન્સમાં કાનલાઓન જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ : રાખના વાદળ આકાશમાં હજારો મીટર સુધી ફેલાયા : વહીવટીતંત્રએ નજીકના ગામોને ખાલી કરાવ્યા : 87,000 લોકોને બચાવી લેવાયા

ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીએ એલર્ટ લેવલ વધાર્યું : ચેતવણી આપી કે વિસ્ફોટ શરૂ થઈ ગયો છે જે વધુ મોટા વિસ્ફોટોમાં ફેરવાઈ શકે તેવી શક્યતા

નવી દિલ્હી તા.૧૦ : ફિલિપાઈન્સમાં કાનલાઓન જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ બાદ, રાખના વાદળ આકાશમાં હજારો મીટર સુધી ફેલાયું હતુ. પરિસ્થિતને જોતા વહીવટીતંત્રે નજીકના ગામોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે

ફિલિપાઈન્સના કાનલાઓન જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ બાદ, રાખનું વાદળ આકાશમાં હજારો મીટર સુધી ફેલાયું હતું. વહીવટીતંત્રે નજીકના ગામોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. ફિલિપાઈન્સના સિવિલ ડિફેન્સ ઓફિસે જણાવ્યું હતું કે કાનલાઓન જ્વાળામુખી ફાટવાને કારણે લગભગ 87,000 લોકોને તાત્કાલિક અસરથી બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા છે.

અગાઉ પણ થયા છે વિસ્ફોટ 

નેગ્રોસ ટાપુ પર સ્થિત કાનલાઓન જ્વાળામુખી સમુદ્ર સપાટીથી 2,400 મીટર (આશરે 8,000 ફૂટ) ઊંચે છે. તે ફિલિપાઈન્સમાં 24 સક્રિય જ્વાળામુખીમાંથી એક છે. આ જ્વાળામુખી ભૂતકાળમાં ઘણી વખત ફાટ્યો છે અને તેની નજીક આવેલા ગામો માટે તે હંમેશા ખતરાની નિશાની રહ્યો છે. 

કાનલાઓન એક સક્રિય જ્વાળામુખી 

ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીએ એલર્ટ લેવલ વધાર્યું છે. સંસ્થાએ ચેતવણી આપી છે કે વિસ્ફોટ શરૂ થઈ ગયો છે જે વધુ મોટા વિસ્ફોટોમાં ફેરવાઈ શકે છે. કાનલાઓન જ્વાળામુખી છેલ્લે આ વર્ષે જૂનમાં ફાટી નીકળ્યો હતો. જ્વાળામુખી નેગ્રોસ ટાપુ પર નેગ્રોસ ઓરિએન્ટલ અને નેગ્રોસ ઓક્સિડેન્ટલના પ્રાંતોમાં ફેલાયેલો છે અને તે દેશના સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક છે.

ફિલિપાઈન્સ 'રિંગ ઓફ ફાયર'માં આવેલું છે

ફિલિપાઈન્સ પેસિફિક મહાસાગરના 'રિંગ ઓફ ફાયર'માં આવેલું છે, જે તેને ધરતીકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ બનાવે છે. દેશમાં 24 સક્રિય જ્વાળામુખી છે, જેમાંથી કાનલાઓન એક છે. જ્વાળામુખી ફાટવા અને ધરતીકંપની ગતિવિધિઓ અહીં વારંવાર જોવા મળે છે જે સ્થાનિક રહેવાસીઓ માટે મોટો ખતરો છે.

(3:45 PM IST)