<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

રાજ્યમાં મગફળીનો ઉંચો ભાવ અમરેલીમાં 1230 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 38 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 38 માર્કેટ યાર્ડમાં કુલ 6,006.38 ટન મગફળીની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 38 માર્કેટ યાર્ડમાં કુલ 6,006.38 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં માર્કેટ યાર્ડમા 1479 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1170 રૂ. અને નીચો ભાવ 880 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વ્યારામાં 1420 રૂ., વડાલીમાં 1356 રુ., મહુવામાં 1339 રૂ., પાંથવાડામાં 1300 રૂ., ગોંડલમાં 1271 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,006.38 ટન મગફળીની આવક થઇ છે.

(8:06 PM IST)