<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

આપ માટે મરણિયો જંગ

દિલ્‍હીની ચૂંટણી જાહેર થઇ નથી, કેજરીવાલ ઉમેદવારો જાહેર કરવા લાગ્‍યાઃ પરિણામો ‘આપ'નું અસ્‍તિત્‍વ નક્કી કરશે

   ઉપરાષ્‍ટ્રપતિ ધનખડ સામે અવિશ્‍વસ પ્રસ્‍તાવ મામલે ઇન્‍ડિયા મોરચો એક બની ગયો છે. લગભગ તમામ વિપક્ષો આ

મુદ્દો કોંગ્રેસ સાથે દેખાય છે. રાહુલ ગાંધીના નેતૃત્‍વનો મુદ્દો હોય તો કોંગ્રેસથી બધા સાથી પક્ષો દૂર રહે છે. ઇન્‍ડિયા મોરચો

મુદ્દો આધારિત બની ગયો હોય તેમ લાગે છે. ધનખડ મુદ્દો આપ નેતા અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને ખુલ્લુ સમર્થન આપ્‍યું છે. અરવિંદભાઇએ કોંગ્રેસના ભરપૂર વખાણ પણ કર્યા હતા. જો કે દિલ્‍હી-ધારાસભાની ચૂંટણીનો મુદ્દોઆવે તો કેજરીવાલ કોંગ્રેસને ઝાટકે છે અને એકલા હાથે લડવાની  ઘોષણા કરી ચુકયા છે.

દિલ્‍હીમાં હજુ ચૂંટણી જાહેર થઇ નથી. ફેબ્રુઆરીમાં યોજાય તેવી ધારણા છે. આપ માટે આ મરણિયો જંગ છે. અન્‍ય રાજયોમાં ‘આપ' નો કોઇ પ્રભાવ રહ્યો નથી. પંજાબમાં ‘આપ' સરકાર છે, પરંતુ ભગવંત માન કેજરીવાલના કાબૂમાં નથી. આમ આદમી પાર્ટી અને બ્રાન્‍ડ કેજરીવાલ માટે દિલ્‍હીનું મેદાન જ રહ્યું છે. દિલ્‍હીના પરિણામોથી આપનું અસ્‍તિત્‍વ નકકી થનાર છે. આ માટે મરણિયો જંગ બન્‍યો છે.

આમ આદમી પાર્ટી નિરંતર વિવાદોમાં રહી છે. દિલ્‍હીને પૂર્ણ રાજયનો દરજજો નથી. મુખ્‍યમંત્રીનો પાવર મેયરલેવલનો જ હોય છે. આમ આદમી પાર્ટીએ રાજાશાહી જેવા વચનો આપીને સત્તા મેળવી હતી. લોકોની અપેક્ષા પૂર્ણ કરવાની ક્ષમતા કે પાવર દિલ્‍હી શાસક પાસે ન હતાં. ‘આપ' લોકોના મુદ્‌્‌ાઓ પર તીવ્ર લડત આપીને ઉભરી આવી હતી. સત્તા મળ્‍યા બાદ ‘આપ' ના નેતાઓ ઓવર સ્‍માર્ટ બની  ગયા હતાં. લોકો સાથે રહેવાને બદલે લોકો ભ્રમમાં રહે તેવી રણનીતિ અપનાવી હતી.

આ ઉપરાંત  કેજરીવાલથી માંડીને પક્ષના મોટા નેતાઓ ગંભીર કેસોમાં જેલ યાત્રા કરી ચુકયા છે. કેજરીવાલે મુખ્‍યમંત્રીપદ પણ છોડવું પડયું હતું. નેતૃત્‍વ સામે અનેક સવાલો સર્જાયા છે. ચૂંટણી પૂર્વે થયેલા સર્વે પ્રમાણે દિલ્‍હીમાં આમ આદમી પાર્ટી માટે આ વખતે સત્તા મેળવવી સરળ નથી. લોકસભાની ચૂંટણીમાં પણ આપનું લોક-સમર્થન તૂટ્‍યું હતું.

આ તમામ કારણોસર કેજરીવાલ સાવધ બની ગયા છે. એકલા હાથે ચૂંટણી લડવાની ઘોષણા કરીને ધડાધડ ઉમેદવારો જાહેર કરવા લાગ્‍યા છે. જે રીતનું રાજકીય ચિત્ર બની રહયું છે તે પ્રમાણે કોંગ્રેસ તથા અન્‍ય પક્ષો પણ દિલ્‍હીમાં મેદાનમાં આવશે. એટલે કે ઇન્‍ડિયા મોરચો વેરવીખેર થઇને લડશે. સ્‍વાભાવિક રીતે જ આ સ્‍થિતિ ભાજપ માટે મોજે દરિયા જેવી ગણાશે.

અરવિંદ કેજરીવાલે દેશભરમાં પોતાની અનોખી ઓળખ સર્જી હતી. લોકપ્રિયતાના  કારણે તેઓ હવામાં  આવી ગયા હતાં. દિલ્‍હીમાં નમુનારૂપ શાસન આપવાને બદલે દેશભરમાં રાજકીય પ્રભાવ જમાવવા તાકાત વાપરી. કામ કરી દેખાડીને મત લેવાને બદલે સ્‍માર્ટ નિવેદનો કરીને મત લેવા દોટ મૂકી. દેશ તો હાથમાં  ન આવ્‍યો, દિલ્‍હી પણ ગુમાવવું પડે તેવી સ્‍થિતિ સર્જાઇ ગઇ છે. આશ્ચર્ય છે કે, આપમાં નંબર-ટુ ગણાતા ધરખમ નેતા સિસોદિયાને  પોતાની બેઠક બદલવા ફરજ પડી છે. એક સમયના લોકપ્રિય નેતા હવે સલામત સીટ શોધવા મજબૂર થયા છે.

(11:01 AM IST)