News of Tuesday, 10th December 2024
ઠંડીમાં સતત વધારોઃ ગિરનાર પ.૩, નલીયામાં ૬.૪ ડીગ્રી
વડોદરા ૧૦.ર, ડીસા ૧૦.૩, રાજકોટ ૧૧.૩, જામનગર ૧૪.૪, ભાવનગર ૧૪.૭ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે અને લઘુતમ તાપમાનનો પારો સતત નીચે ઉતરતો જાય છે. આજે સૌથી વધુ ઠંડી ગીરનાર પર્વત ઉપર પ.૩ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છ.ે આજે નલીયામાં પણ ઠંડી વધી છે. અને લઘુતમ તાપમાન ૬.૪ ડીગ્રી નોંધાર્યુ છે.
શિયાળાની ઠંડીની પ્રતિક્ષા પૂર્ણ થઈ હોય તેમ આજે પણ રાજ્યમાં ઠંડીએ ચમકારો દેખાવો હતો અને અનેક શહેરોમાં તાપમાન નોર્મલ કરતા ૧થી ૫ ડિગ્રી નીચે ઉતરી ગયું હતું. શિયાળાનો પ્રથમ ઠંડીનો ચમકારો અનુભવાયાના પગલે લોકો ધ્રુજી ઉઠ્યા હતા અને સવારથી આખો દિવસ સ્વેટર, મફલર સાથે જોવા મળ્યા હતાં. અને તાપણા શરૂ કર્યા હતાં.
તાપમાનમાં ૧થી ૨ ડિગ્રી ઘટાડો આવશે.- જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ૧૨ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શકયતા હોવાનું તેઓએ જણાવ્યું છે. જોકે ૨૪ કલાક બાદ ૪ દિવસ તાપમાન યથાવત રહશે. જ્યારે આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ તરફ રહેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ઠંડીમાં વધારો થશે. જેમાં પર્વતીય પવન ફૂંકાવવાના કારણે પણ ઠંડીમાં વધારો થશે.
હવામાન ખાતાના અનુસાર પૂર્વ ઉત્તરપ્રદેશ પરથી હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હોવાથી ગુજરાત પર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે ગુજરાત રાજ્યના લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા મુખ્યત્વે ઉત્તર અને ઉત્તરપૂર્વીય છે, જેથી કાશ્મીરમાં જે હિમવર્ષા થઈ છે એની ઠંડક ગુજરાત સુધી આવી રહી છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : સૌરાષ્ટ્ર, કચ્છ અને સોરઠમાં કાતિલ પવનના સુસ્વાટા સાથે ઠંડીમાં વધારો નોંધાયો છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે સવારે ૫.૩ ડીગ્રી તાપમાન નોંધાવતા પ્રવાસીઓ ઠુઠવાઈ ગયા હતા.
રવિવારથી જૂનાગઢ સહિત સોરઠના તાપમાનમાં અવિરત ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે નવા સપ્તાહના પ્રથમ દિવસે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૧.૯ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે ૧.૬ ડિગ્રી ઘટીને ૧૦.૩ ડિગ્રી માંધાતા સમગ્ર વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.
ગિરનાર પર્વત ઉપર પણ પારો નીચે ઉતરીને ૫.૩ ડિગ્રી સ્થિર થતા સમગ્ર પર્વતીય વિસ્તારમાં પણ તીવ્ર ઠંડી અનુભવાઈ હતી જેના પરિણામે ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા રહ્યું હતું અને કિલોમીટરની ઝડપે કાતિલ ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ વધુ બરફીલું થઈ ગયું હતું.
ભાવનગર
(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :. આજે મંગળવારે ભાવનગરમાં લઘુતમ તાપમાન ૧૪.૭ ડિગ્રી નોંધાયું હતું. ઠંડો પવન ફૂંકાતો હોય નગરજનોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ ગરમ કપડાનો સહારો લીધો હતો.
આજે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન ૧૪.૭ડિગ્રી રહેવા પામ્યું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ડિગ્રી ૫૫ ટકા રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ ૧૪ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
જામગનર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪.૪, મહત્તમ તાપમાન ર૬, ભેજનું પ્રમાણ ૪૮ ટકા, પવનની ગતિ ૮.૬ કિ. મી. રહી હતી. (પ-૧૦)
;કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગીરનાર પર્વત પ.૩ ડીગ્રી
નલીયા ૬.૪ ડીગ્રી
અમદાવાદ ૧૩.૭ ડીગ્રી
અમરેલી ૧૩.૦ ડીગ્રી
વડોદરા ૧૦.ર ડીગ્રી
ડીસા ૧૦.૩ ડીગ્રી
સુરત ૧૪.ર ડીગ્રી
રાજકોટ ૧૧.૩ ડીગ્રી
જુનાગઢ ૧૧.૯ ડીગ્રી
જામનગર ૧૪.૪ ડીગ્રી
ભાવનગર ૧૪.૭ ડીગ્રી
વેરાવળ ૧પ.૭ ડીગ્રી
પોરબંદર ૧૪.પ ડીગ્રી
ઓખા ર૦.પ ડીગ્રી
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
