<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

ધોરાજી હિન્દુ એકતા સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં મૌન રેલી યોજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી હિન્દુ એકતા સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં મૌન રેલી યોજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું
  ધોરાજી હિન્દુ એકતા સમિતિ દ્વારાબાંગ્લાદેશ માં હિન્દુઓ પર થતા અત્યાચાર રોકવાની માંગ સાથે ધોરાજીના પંકુબાજી પરા એકાત્મતા ચોક ડોક્ટર પ્રવીણભાઈ ગરબીચોક વિસ્તારમાં વિશાળ ભાઈઓ તથા બહેનોની રેલી યોજાઇ હતી આ રેલીમાં ધોરાજી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય કોઠારી સ્વામી તેમજ બાલકૃષ્ણ સ્વામી તેમજ ધોરાજી મોટી હવેલીના પૂજ્ય ગોસ્વામી અભિષેક મહોદય તેમજ સુપેડી મુરલી મનોહર મંદિરના મહંત રવિદાસ બાપુ વિગેરે સંતો મહંતો તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભારત વિકાસ પરિષદ વેપાર ઉદ્યોગ મહામંડળ તેમજ ધોરાજીની 20 જેટલી સંસ્થા ના આગેવાનો મૌન રેલીમાં જોડાયા હતા
મનરેલી ધોરાજીના ડોક્ટર પ્રવીણભાઈ ગરબી ચોક એકાત માતા ચોકથી ભારત માતાની જયના નાદ સાથે પ્રારંભ થઈ હતી જે રેલી પોસ્ટ ઓફિસ ચોક ગેલેક્સી ચોક ડોક્ટર બાબા આંબેડકર ચોક થઈને ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી
જ્યાં પૂજ્ય સંત શ્રી રવિદાસ બાપુ એ વિશાળ જનમેદની ને સંબોધન કરતા જણાવેલ કે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે મંદિરો ઉપર હુમલા થઈ રહ્યા છે સાધુ-સંતો ઉપર હુમલા થઈ રહ્યા છે તે ખૂબ જ ગંભીર ઘટના ગણાય ભારતના એસોસવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરે બાંગ્લાદેશને સરકારને તાત્કાલિક હિન્દુઓને સુરક્ષા બાબતે સૂચનાઓ સાથે કાર્યવાહી કરે અને જરૂર પડી એ તો અમારો સંત સમાજ જ્યાં પણ ઉપયોગ કરવો હોય ત્યાં સાથે છે જ્યાં બોલાવશો ત્યાં અમે આવીશું પરંતુ તાત્કાલિક હિન્દુઓની સુરક્ષા વધારે તે બાબતે ખાસ ભાર મૂક્યો હતો
આ સાથે સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય બાલેકૃષ્ણ સ્વામી અને ધોરાજી મોટી હવેલીના પૂજ્ય ગોસ્વામી અભિષેક કુમાર મહોદય એ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલ હુમલા બાબતે સખત શબ્દોમાં ઘટનાને બખોડીને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી રાષ્ટ્ર લેવલે જે કાર્યવાહી થતી હોય તે તાત્કાલિક કરવી જોઈએ અને તાત્કાલિક હિન્દુઓની સુરક્ષા વધારવા બાબતે યુનોની મદદ લેવી પડે તો પણ લઈને બાંગ્લાદેશને સરકાર ની સરકાર ને સબક શિખાડવા જોઈએ
આ સાથે હિન્દુ સમાજમાંથી પણ વિવિધ સમાજના આગેવાનોએ પણ બાંગ્લાદેશની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલી હતી
બાદ સાધુ સંતો અને સમગ્ર હિન્દુ સમાજ વતી હિન્દુ એકતા સમિતિ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર માં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવવા અને હિન્દુ ધર્મના ધાર્મિક સ્થાનોની રક્ષા વધારવા અને બાંગ્લાદેશ સાથે વેપાર બંધ કરવાની વિવિધ માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવેલ
ધોરાજી સમસ્ત હિન્દુ સમાજ અને 20 જેટલી વિવિધ સંસ્થાઓના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ આવેદનપત્ર આપવામાં અને રેલીમાં જોડાયેલહતા

 


 

(8:22 PM IST)