News of Tuesday, 10th December 2024
શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ ફરી શનિવારે દિલ્હી કૂચ કરશે :સરવણ સિંહ પંઢેરનું એલાન
તેમણે કહ્યું- ખેડૂતોના આમરણ ઉપવાસ 15માં દિવસ પર પહોંચ્યું અને હંમેશા વાતચીતનું સ્વાગત કર્યું છે, પરંતુ સરકાર તરફથી કોઈએ અમારો સંપર્ક નથી કર્યો.

નવી દિલ્હી :શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી કૂચનું એલાન કર્યું છે. ખેડૂત નેતા સરવણ સિંહ પંઢેરે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હવે અમે 14 ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરીશું. અમારા પ્રદર્શનને 303 દિવસ પૂરા થઈ ચૂક્યા છે અને ખેડૂતોના આમરણ ઉપવાસ પણ 15માં દિવસ પર પહોંચી ગયા છે. અમે હંમેશા વાતચીતનું સ્વાગત કર્યું છે, પરંતુ સરકાર તરફથી કોઈએ અમારો સંપર્ક નથી કર્યો.
તેમણે કહ્યું કે, બંને સંગઠનોએ નક્કી કર્યું છે કે અમે 14 ડિસેમ્બરે 101 ખેડૂતોને મોકલીશું. આવતીકાલે અમે ખેડૂતોના આંદોલનની સફળતા માટે પ્રાર્થના કરીશું. અમે એ ખેડૂતોને મુક્ત કરવાની માંગ કરીએ છીએ જેમની વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી અથવા અટકાયત કરવામાં આવી હતી. હું અમારા ફિલ્મ સ્ટાર્સ, સિંગર અને ધાર્મિક નેતાઓને પણ વિનંતી કરવા માગુ છું કે કૃપા કરીને પ્રદર્શન કરતા અમારા વિરોધનો પ્રચાર કરો.
આ પહેલા સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ 101 ખેડૂતોના જૂથે 6 અને 8 ડિસેમ્બરે પગપાળા દિલ્હી જવાના બે વખત પ્રયાસો કર્યા હતા, પરંતુ હરિયાણાના સુરક્ષા કર્મચારીઓએ તેમને આગળ વધવા નહોતા દીધા. આ દરમિયાન ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારબાદ ખેડૂતોને પાછળ ધકેલવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘણા ખેડૂતો ઘાયલ પણ થયા હતા.
પંજાબ-હરિયાણાના શંભુ બોર્ડર પર ખેડૂતો પોતાની માંગણીઓને લઈ ઉગ્ર દેખાવો કરી રહ્યા છે. ખેડૂતો બોર્ડર પર શુક્રવારથી દેખાવ-પ્રદર્શનો સાથે દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
