<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

પરબધામમાં પૂ. કરશનદાસ બાપુના સાનિધ્‍યમાં સોમયજ્ઞની ભૂમી પૂજન : પંચશીલા સ્‍થાપના

(કેતન ઓઝા) જેતપુરઃ સુપ્રસિધ્‍ધ યાત્રાધામ પરબધામ ખાતે યોજાનાર સોમ યજ્ઞ માટે યજ્ઞશાળાનું ભૂમી પૂજન ધ્‍વજ રોપણ તેમજ પંચશીલા સ્‍થાપના સંતો, મહંતોની ઉપસ્‍થિતીમાં કરાયુ.

પરબધામ ખાતે આગામી જાન્‍યુઆરી માસમાં યોજનાર સોમ વસંત યજ્ઞોત્‍સવ અંતર્ગત માટે મંદિરના પરીસરમાં પૂજ કરશનદાસ બાપુના સાનિધ્‍યમાં શાસ્‍ત્રોકત વિધીથી ભૂમી પુજન તથા પંચશીલા સ્‍થાપન કરી ધ્‍વજ સ્‍તંભ રોપણ કરવામાં આવેલ, આ પ્રસંગે પુજય કરશનદાસબાપુએ આર્શીવચન પાઠવી જણાવેલ કે, આ સોમ યજ્ઞનું ભવ્‍ય આયોજન સર્વ જીવસૃષ્‍ટી, પ્રાણી સૃષ્‍ટી, પ્રકૃતિ , અવસધી,વૃક્ષવૃધ્‍ધી, વનસ્‍પતી પ્રાણ તથા વિશ્વશાંતિ અર્થે સનાતન ધર્મવૃધ્‍ધી દરેક વ્‍યકિતમાં સનાતન ધર્મનું વટવૃક્ષ ફલેફાલે તવા નિસ્‍કામ ભાવના માટે કરવામાં આવશે.

(10:08 AM IST)