News of Tuesday, 10th December 2024
નર્મદા જીલ્લા બાર એસોસિએશનના પ્રમુખ પદનો સતત અગિયારમી વખત તાઝ શોભાવતા વંદના ભટ્ટ
પાછળના દસ વર્ષ સુધી ચૂંટણીમાં સતત પ્રમુખ પદે રહી ચૂકેલા વંદના ભટ્ટ આ વર્ષે બિનહરીફ આવ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જીલ્લા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ વંદનાબેન આઈ.ભટ્ટએ ભૂતકાળમાં સતત ૧૦ વખત ચૂંટણીમાં પ્રમુખ બની રેકોર્ડ બ્રેક કર્યા હતા અને આ વર્ષે તેઓ બિનહરીફ ચૂંટાઈ આવતા સતત અગિયારમી વખત પ્રમુખ પદના તાજ પહેર્યો છે.
વંદના ભટ્ટએ પાછલા વર્ષો માં પ્રમુખ પદ મેળવી અનેક વકીલોની તરફેણના કામો કર્યા હતા અને સતત કાર્યરત રહેતા હોવાથી નર્મદા બાર એસો. ના મોટાભાગના વકીલો એ એમની કામગીરીની બિરદાવી આ વર્ષે પણ તેમને આ પદ માટે બિનહરીફ પસંદ કર્યા છે. આ વર્ષે પ્રથમ વખત બિનહરીફ નિમણૂક માટે સૌએ તેમને અભિનંદન આપ્યા હતા. તેમની સાથે સાથે આદિલખાન પઠાણ બિનહરીફ સેક્રેટરી પદ માટે પસંદ થયા છે, જ્યારે જોઈન્ટ સેક્રેટરી પદે પી. આર. તડવી, લાઈબ્રેરિયન પદે કલાઈવાલા સાહિલ, તેમજ મહિલા સભ્ય તરીકે ડી. ડી. તડવીની નિમણૂક થતા સૌએ શુભકામનાઓ પાઠવી હતી.
હવે નર્મદા જીલ્લા બાર એસોસિએશનમાં માત્ર ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાશે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
