<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

છઠ્ઠા ધોરણની છાત્રાને પાણી આપવાના બહાને રૂમમાં બોલાવી મોબાઇલમાં ગંદા વિડીયો બતાવી ઢગાનું દૂષ્‍કર્મ

રાજકોટમાં ૧૦ વર્ષની બાળા જેને મામા કહેતી હતી તે ભાન ભુલ્‍યોઃ બી-ડિવીઝન પોલીસે સકંજામાં લીધો : પદર વર્ષથી જે પરિવાર સાથે ઘર જેવા સંબંધ હતાં એ જ પરિવારની દિકરી પર નજર બગાડીઃ શ્રીનિવાસ યમગર-મરાઠાની સગાઇ થઇ હોઇ મંગેતર સાથે ફોનમાં વાત કરવાના બહાને બાળાના ઘરે આવી ઉપરના રૂમમાં જતો હતોઃ બાળાને પાણી આપી જવાનું કહી ઉપર બોલાવી ચાળા કરતો હતોઃ ગુપ્‍તભાગે દુઃખાવો થતાં બાળાએ માતાને વાત કરતાં ભાંડો ફુટયોઃ હવસખોરને પોલીસે સાણસામાં લઇ ખો ભુલાવી દીધી

રાજકોટ તા. ૧૦: શહેરમાં હવસખોરીની વધુ એક ચોંકાવનારી ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે. જેમાં છઠ્ઠા ધોરણમાં ભણતી દસ વર્ષની બાળકીને તે જેને મામા કહીને બોલાવતી હતી એ ઢગાએ પાણી આપી જવાના બહાને તેણીને ઉપરના રૂમમાં બોલાવી મોબાઇલ ફોનમાં ગંદા વિડીયો બતાવી તેના ગુપ્‍ત ભાગે અડપલા કરી આંગળી ઘુસાડી દઇ બિભત્‍સ ચાળા કરતાં બાળાને દુઃખાવો ઉપડતાં તેણે માતાને કરતાં તબિબી તપાસ થતાં બાળા સાથે બળજબરી થયાની ખબર પડી હતી. ઢગાની સગાઇ થઇ હોઇ તે ત્રણેક મહિનાથી મંગેતર સાથે ફોનમાં વાત કરતાં બાળાના પરિવારના ઘરે પંદર વર્ષ જુના સંબંધને કારણે આવતો હતો અને ઉપરના રૂમમાં જઇ વાત કરતો હતો. આ દરમિયાન તેણે અવાર-નવાર બાળા સાથે આ રીતે બિભત્‍સ ચેનચાળા કરી લીધાનું ખુલતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ભોગ બનેલી દસ વર્ષની બાળાની માતાની ફરિયાદ પરથી મુળ મહારાષ્‍ટ્રીયન મરાઠી શ્રીનવાસ ચંદરભાઇ યમગર નામના ઢગા વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૬૫ (૨), ૩૫૧(૧) તથા પોક્‍સો હેઠળ ગુનો નોંધી હવસખોરને સકંજામાં લઇ આકરી પુછતાછ કરી છે. ભોગ બનનાર મહિલાએ જણાવ્‍યું છે કે મારે દસ વર્ષની એક દિકરી છે. તેમજ એક દિકરો છે. મારા પતિ ભઠ્ઠી ચલાવે છે. દસ વર્ષની દિકરી છઠ્ઠા ધોરણમાં અભ્‍યાસ કરે છે. મરાઠી શ્રીનિવાસ યમગર એક જ વતનનો હોવાથી તેની સાથે પંદરેક વર્ષથી પરિચય છે. તેને મારો દિકરો અને દિકરી મામા કહીને બોલાવે છે. શ્રીનિવાસની ત્રણેક મહિના પહેલા સગાઇ થઇ હોઇ જેથી તે તેની મંગેતર સાથે વાત કરવા માટે અમારા ઘરે આવતો હતો. તે ઉપરના માળે જઇ તેની મંગેતર સાથે વાતચીત કરતો હતો. આ દરમિયાન ગત તા. ૮/૧૨ના સાંજે આઠેક વાગ્‍યે તે ફરીથી ફોનમાં વાત કરવા  આવ્‍યો હતો. આ વખતે તેણે પીવાનું પાણી મંગાવતાં મારી દસ વર્ષની દિકરી તેને પાણી આપવા ગઇ હતી.

ત્‍યારબાદ મારી દિકરીએ બીજા દિવસે સોમવારે મને વાત કરી હતી કે તેને પેશાબની જગ્‍યાએ દુઃખે છે. આથી અમે તેને ડોક્‍ટર પાસે લઇ ગયા હતાં. તપાસ દરમિયાન દિકરી સાથે ગુપ્‍ત ભાગે કોઇએ ચાળા કર્યાનું જણાતાં અમને શંકા ઉપજતાં દિકરીને ફોસલાવીને પુછતાં તે રડવા માંડી હતી અને કહ્યું હતું કે હું રવિવારે સાંજે ઉપરના રૂમમાં મામાને પાણી આપવા ગઇ ત્‍યારે તેણે મને મોબાઇલ ફોનમાં ગંદો વિડીયો બતાવી મારી પેશાબની જગ્‍યાએ અડપલા કર્યા હતાં અને આંગળી નાંખી દીધી હતી. તેમજ મને ધમકી આપી હતી કે કોઇને વાત કરીશ તો માર મારીશ. આ રીતે ત્રણેક મહિનામાં અવાર-નવાર તેણે આવુ કર્યુ હોવાનું બાળાએ રડતાં રડતાં કહ્યું હતું.

દિકરીની આ વાત સાંભળી માતા-પિતા ચોંકી ગયા હતાં અને તુરત બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશને પહોંચી જાણ કરતાં પીઆઇ એસ. એસ. રાણે, રાઇટર હીરાભાઇ રબારી સહિતે તુરત જ કાર્યવાહી કરી ગુનો નોંધી હવસખોરને દબોચી લેવા કાર્યવાહી કરી હતી. ડીસીપી, એસીપીની રાહબરીમાં પીઆઇ એસ. એસ. રાણે સહિતે કાર્યવાહી કરી હતી. આરોપીની સગાઇ બાદમાં તૂટી ગઇ હતી. આમ છતાં તે ફોનમાં વાત કરવાના બહાને આવતો હતો અને બાળાને પાણી આપી જવાના કે બીજા બહાના તળે બોલાવી અડપલા કરતો હોવાની પ્રાથમિક વિગતો ખુલી હતી.

(2:49 PM IST)