તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 10th December 2024
સબ રજીસ્ટ્રાર ઓફિસ કમ્પાઉન્ડમાં કાર સળગી : જુઓ વિડિયો
કાર પાસે કચરો સળગતા પાછળના ટાયર સળગ્યા બાદ કાર સંપુર્ણ બળીને ખાક થઇ ગઇઃ કારના ડોકયુમેન્ટ અને અન્ય ડોકયુમેન્ટ પણ બળી ગયાઃ યાજ્ઞિક રોડ પર બનાવ

રાજકોટઃ યાજ્ઞિક રોડ પર ડી.એચ. કોલેજ નજીક સબ રજીસ્ટ્રાર ઓફીસનાં કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી જીજે-૩ જેઆર-૦૧૧૧ નંબરની કારમાં એકા એક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. કાર માલીક ભાવેશભાઇ જેસીંગભાઇ રાઠોડ સબ રજીસ્ટ્રાર ઓફીસમાં કામ અર્થે આવ્યા હોઇ, તેને ખબર પડતા તુરંત જ દોડી આવ્યા હતા. તેણે તુરંત જ ફાયરબ્રીગ્રેડમાં જાણ કરતા ફાયર બ્રિગ્રેડ સ્ટાફના ફાયરમેન અજયભાઇ પરમાર, રાજેન્દ્રભાઇ ધરજીયા, નાનજીભાઇ તથા કેતનભાઇ સહિત એક ફાયરફાયટર સાથે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી. કાર માલીક ભાવેશભાઇ રાઠોડના જણાવ્યા મુજબ પાર્કીગમાં જયાં કાર પાર્ક કરી હતી ત્યાં કારની પાછળના ભાગે કચરો સળગતો હતો. તેના કારણે પ્રથમ કારની પાછળના ભાગે ટાયર સળગ્યા બાદ આખી કાર આગની લપેટમાં આવી ગઇ હતી આગમાં કારની પાછળનો ભાગ બન્ને ટાયર અંદર તમામ સીટો અને ઇન્ટીરીયર સહિત આખી કાર અળગી ગઇ હતી. આગ બુઝાવવા માટે કચેરીમાં ફાયર સેફટી માટેની બોટલોથી આગ બુઝાવવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ ફાયર સેફટીની બોટલો ખાલી હોવાનું જણાવ્યુ હતું. બનાવની જાણ થતા એ-ડીવીઝન પોલીસ પણ સ્થળપર પહોંચી ગઇ હતી. આગમાં અંદાજે રૂા. ૧ર લાખથી વધુ નુકસાન થયુ હોવાનું કાર માલીકે જણાવ્યું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:38 PM IST)










