તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th December 2024
પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં મોહમ્મદ શમીની વિસ્ફોટક ઇનિંગ :ચંદીગઢ સામે બંગાળનો 3 રનથી વિજય
શમીની વિસ્ફોટક ઈનિંગ અને બોલિંગના સહારે બંગાળની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ

મુંબઈ :સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ના પ્રી-ક્વાર્ટર ફાઈનલ 1 મેચ બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંગાળ અને ચંદીગઢ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં બંગાળની ટીમે 3 રનથી વિજય મેળવ્યો છે. ત્યારે આ મેચમાં બંગાળ માટે મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમીની વિસ્ફોટક ઈનિંગ અને બોલિંગના સહારે બંગાળની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે.
આગામી 11 ડિસેમ્બરે બંગાળ અને બરોડા વચ્ચે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ક્વાર્ટર ફાઈનલ મુકાબલો રમાશે. આ મેચમાં જીત મેળવનારી ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. બંગાળ અને બરોડા વચ્ચે રોમાંચક મેચ જોવા મળી શકે છે. કારણ હાલમાં બંને ટીમો શાનદાર ફોર્મમાં છે.
મોહમ્મદ શમીએ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં બંગાળ માટે બેટિંગ કરતા 17 બોલમાં 32 રન બનાવ્યા હતા. જેમાં તેને 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જે બાદ તેને બોલિંગ પણ શાનદાર કરતા 1 વિકેટ ઝડપી હતી. આ રોમાંચક મુકાબલામાં બંગાળે ચંદીગઢને 3 રનોથી માત આપી હતી.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
