<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

સરકારી બેંકોએ ૬ મહિનામાં ૪૨૦૦૦ કરોડની લોન માંડવાળ કરી : ૭ માસમાં ૩૫૧૩૨ કરોડની કરચોરી

સરકારે સંસદમાં આપી માહિતિ

નવી દિલ્‍હી, તા.૧૦: જાહેર ક્ષેત્રની બેંકોએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં રૂ. ૪૨,૦૦૦ કરોડની લોન રાઈટ ઓફ કરી હતી. સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા (SBI) એ એપ્રિલ-સપ્‍ટેમ્‍બરના સમયગાળા દરમિયાન રૂ. ૮,૩૧૨ કરોડ, પંજાબ નેશનલ બેક્ર (PNB)એ રૂ. ૮,૦૬૧ કરોડ, યુનિયન બેક્ર ઓફ ઈન્‍ડિયા (રૂ. ૬,૩૪૪ કરોડ) અને બેક્ર ઓફ બરોડા (રૂ. ૫,૯૨૫ કરોડ)ને રાઈટ ઓફ કર્યા હતા. સંસદના શિયાળુ સત્રમાં એક પ્રશ્નના જવાબમાં નાણા રાજ્‍ય મંત્રી પંકજ ચૌધરીએ સ્‍પષ્ટતા કરી હતી કે આવા રાઈટ-ઓફથી ઋણ લેનારાઓની જવાબદારીઓ માફ થતી નથી.

મંત્રીએ જણાવ્‍યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-સપ્‍ટેમ્‍બર દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા રૂ. ૪૨,૦૩૫ કરોડને રાઈટ ઓફ કરવામાં આવ્‍યા હતા, જ્‍યારે રૂ. ૩૭,૨૫૩ કરોડની વસૂલાત કરવામાં આવી હતી.

GST અધિકારીઓએ એપ્રિલ-ઓક્‍ટોબર વચ્‍ચે ૧૭,૮૧૮ શેલ કંપનીઓ દ્વારા રૂ. ૩૫,૧૩૨ કરોડની ત્‍વ્‍ઘ્‍ ચોરીના કેસ શોધી કાઢયા છે અને ૬૯ લોકોની ધરપકડ કરી છે. ડેટા એનાલિટિક્‍સ અને અન્‍ય ઇન્‍ટેલિજન્‍સ દ્વારા નકલી કંપનીઓને શોધવા માટે કેન્‍દ્ર અને રાજ્‍ય સત્તાવાળાઓ દ્વારા નિયમિત કાર્યવાહી કરવામાં આવે છે. ઉપરાંત, નકલી કંપનીઓને શોધવા માટે ૧૬ ઓગસ્‍ટથી ૩૦ ઓક્‍ટોબરની વચ્‍ચે સંકલિત વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. નાણા રાજ્‍ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં ટેક્‍સ ચોરી અંગે માહિતી આપી હતી.(

(10:32 AM IST)