<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

ચપ્‍પલ, અન્‍ડરવેર પર ગણેશજીની તસવીરથી વિવાદોમાં વોલમાર્ટ

હિન્‍દુ અમેરિકન ફાઉન્‍ડેશને કરી નિંદા : વિરોધ બાદ વોલમાર્ટે હટાવ્‍યા ઉત્‍પાદન

ન્‍યુયોર્ક, તા.૧૦: વિશ્વની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટ હાલ હિંદુ સમુદાયના રોષનો ભોગ બની છે. તેનું કારણ છે વોલમાર્ટની અમુક પ્રોડક્‍ટ્‍સ કે જેના પર ભગવાન ગણેશની તસવીરો છપાયેલી છે. આ ઉત્‍પાદનો એટલા માટે વિરોધનો ભોગ બન્‍યા કારણ કે ચપ્‍પલ, અન્‍ડરગાર્મેન્‍ટ્‍સ અને સ્‍વિમસ્‍યુટ વગેરે પર ભગવાન ગણેશના ચિત્રનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખૂબ જ વિરોધ થયો હતો.

અમેરિકામાં હિન્‍દુ સમુદાયના અધિકારો માટેની સંસ્‍થા હિન્‍દુ અમેરિકન ફાઉન્‍ડેશને આ ઉત્‍પાદનોની સખત નિંદા કરી છે. ફાઉન્‍ડેશને ટ્‍વિટર પર લખ્‍યું, પ્રિય ર્ક્‍ષ્‍ીશ્રર્ળીશ્વદ્દઃ અનાદર કયારેય ફેશન ન હોઈ શકે. ભગવાન ગણેશ જેવા હિન્‍દુ દેવતાઓ એક અબજ કરતા વધુ અનુયાયીઓ માટે આધ્‍યાત્‍મિક મહત્‍વ ધરાવે છે. ચપ્‍પલ અને સ્‍વિમસ્‍યુટ જેવા ઉત્‍પાદનો પર તેમની છબીઓ છાપવી એ અત્‍યંત અપમાનજનક છે.

હિંદુ સમુદાયના આકરા વિરોધ બાદ વોલમાર્ટે તેના સ્‍ટોર્સમાંથી ભગવાન ગણેશની તસવીર સાથેના ૭૪ પ્રકારના અન્‍ડરવેરને હટાવી લીધા છે. હિન્‍દુ સંગઠનોએ આ પ્રોડક્‍ટને ‘અત્‍યંત અયોગ્‍ય' ગણાવીને વિરોધ કર્યો હતો. યુનિવર્સલ સોસાયટી ઑફ હિંદુઈઝમના પ્રમુખ રાજન ઝેડે આ વિરોધનું નેતળત્‍વ કર્યું હતું. વોલમાર્ટે હિન્‍દુ સમુદાયના આકરા વિરોધ બાદ લોકોની ભાવનાઓને સમજીને આ પ્રોડક્‍ટ હટાવવાનો નિર્ણય લીધો છે.

આ અંગે સોશિયલ મીડિયા પર યુઝર્સે ખૂબ જ આકારો પ્રતિભાવ વ્‍યક્‍ત કર્યો હતો. એક યુઝર્સે લખ્‍યું અયોગ્‍ય વસ્‍તુઓ પર ભગવાન ગણેશ જેવા પવિત્ર પ્રતીકોનો ઉપયોગ ‘સર્જનાત્‍મકતા' નથી, તે અપમાનજનક છે. સંસ્‍કળતિ અને માન્‍યતાઓ માટે આદર એ કોઈ વલણ નથી; તે મૂળભૂત અપેક્ષા છે. વધુ સારું કરો, વોલમાર્ટ.

અન્‍ય એક યુઝર્સે લખ્‍યું: શું વોલમાર્ટના કોઈ વ્‍યક્‍તિને લાગ્‍યું નહિ કે ભગવાન ગણેશને ચપ્‍પલ અને બિકીની પહેરવાથી હિન્‍દુઓની ભાવનાઓને ઠેસ પહોંચશે? આ કોઈ ભૂલ હોય તેવું લાગતું નથી. આ સીધી રીતે કરવામાં આવેલું અપમાન છે.(

(9:47 AM IST)