તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th December 2024
સુરતમાં હીરા મંદીની અસર સરકારી શાળાના વિદ્યાર્થીઓ પર પડી : રત્નકલાકારોના બાળકોએ શાળા છોડી દીધી
સૌથી વધુ વરાછા-કતારગામની શાળામાં ડ્રોપ આઉટ:મફત શિક્ષણ આપતી શાળા છોડી દેતા અનેક સવાલ સર્જાયા

સુરત: હીરા મંદીની અસર સરકારી શાળાના વિદ્યાર્થીઓ પર પડી છે. મોટાભાગના રત્નકલાકારોના બાળકોએ શાળા છોડી છે. દિવાળી વેકેશન બાદ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ શાળા છોડી છે. 603 વિદ્યાર્થીઓએ LC લઇને શાળા છોડી દીધી. સૌથી વધુ વરાછા-કતારગામની શાળામાં ડ્રોપ આઉટ છે. મફત શિક્ષણ આપતી શાળા છોડી દેતા અનેક સવાલ સર્જાયા છે. શિક્ષણ સમિતિએ તપાસ કરતા હીરા મંદીનું કારણ સામે આવ્યું છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
