<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

ઈઝરાયલે સીરિયા પર ઈતિહાસનો સૌથી મોટો હુમલો કર્યો :૨૫૦ સ્‍થળોએ એરસ્‍ટ્રાઈક કરતા સીરિયાના સૈન્‍ય મથકો નષ્ટ થયા

દમાસ્‍કસની નજીક પહોચ્‍યું ઈઝરાયલ

નવી દિલ્‍હી : ગાઝા અને લેબનોન પર તબાહી મચાવ્‍યા બાદ હવે ઈઝરાયલે સીરિયામાં તબાહી મચાવી દીધી છે. ઈઝરાયેલે ઈતિહાસમાં સીરિયા પર સૌથી મોટો હુમલો કર્યો છે. બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા પછી, ઇઝરાયેલની વાયુસેનાએ સમગ્ર સીરિયામાં જોરદાર બોમ્‍બમારો કર્યો છે. લગભગ ૨૫૦ હવાઈ હુમલાઓએ સીરિયાના સૈન્‍ય મથકોને નષ્ટ કરી દીધા છે.

ઈઝરાયેલની પાયદળ પણ સીરિયામાં ઘુસી ગઈ છે. ઈઝરાયેલના સૈનિકો સીરિયાની રાજધાની દમાસ્‍કસથી લગભગ ૨૫ કિલોમીટર દૂર દક્ષિણ-પશ્‍ચિમ વિસ્‍તારમાં પહોંચી ગયા છે. રોઇટર્સે સીરિયન સુરક્ષા સૂત્રને ટાંકીને જણાવ્‍યું હતું કે ઇઝરાયેલી સૈનિકો કટાના પહોંચી ગયા છે. આ વિસ્‍તાર ગોલાન હાઇટ્‍સના સીરિયન વિસ્‍તારથી લગભગ ૧૦ કિમી દૂર છે.

અલ જઝીરાએ પોતાના રિપોર્ટમાં કહ્‍યું છે કે ઈઝરાયેલે ઈતિહાસમાં સીરિયા પર સૌથી મોટો હુમલો કર્યો છે. ઈઝરાયેલે હવાઈ હુમલામાં સીરિયન આર્મીના ત્રણ એરબેઝ અને અન્‍ય વ્‍યૂહાત્‍મક મથકોને નષ્ટ કરી દીધા છે.

(3:14 PM IST)