News of Tuesday, 10th December 2024
લગ્નના ૧૦ જ દિવસમાં દુલ્હન સાસરિયામાંથી લાખો રૂપિયાના ઘરેણાં લઈને પ્રેમી સાથે ભાગી ગઈ
ચાલાક નીકળી પત્નિઃ પતિ રાહુલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

મુઝફ્ફરપુર, તા.૧૦: બિહારના મુઝફ્ફરપુરમાં એક નવી પરણીને આવેલી દુલ્હનના લગ્નના ફક્ત ૧૦ દિવસ બાદ સાસરિયામાંથી લાખો રૂપિયાના ઘરેણાં લઈને પ્રેમી સાથે ભાગી ગઈ. દુલ્હને પોતાના સાસરિયામાંથી ૧૫ લાખથી વધારેના ઘરેણાં અને બે લાખ રૂપિયા રોકડા લઈને ભાગી ગઈ.
આ કિસ્સો મુઝફ્ફરપુર જિલ્લાના કાજીમોહમ્મદપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના માડીપુરનો છે. જ્યારે ખૂબ શોધખોળ કર્યા બાદ પણ નવી દુલ્હન મળી નહીં તો તેના પતિ રાહુલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પત્નીને શોધી લાવવા માટે આજીજી કરી. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.
આ કેસને લઈને નગર ડીએસપી સીમા દેવીએ જણાવ્યું કે, ઙ્કમાડીપુરના રહેવાસી યુવકના લગ્ન ગત ૨૫ નવેમ્બરના રોજ વૈશાલી જિલ્લાના ગંગા બ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી એક છોકરી સાથે થયા હતા. તે પોતાના સાસરિયેથી પોતાની દુલ્હનની વિદાય કરીને પોતાના ઘરે લાવ્યા હતા.
આ કેસને લઈને નગર ડીએસપી સીમા દેવીએ જણાવ્યું કે, માડીપુરના રહેવાસી યુવકના લગ્ન ગત ૨૫ નવેમ્બરના રોજ વૈશાલી જિલ્લાના ગંગા બ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી એક છોકરી સાથે થયા હતા. તે પોતાના સાસરિયેથી પોતાની દુલ્હનની વિદાય કરીને પોતાના ઘરે લાવ્યા હતા.
૫ નવેમ્બર બપોરે એકથી બે વાગ્યાની વચ્ચે તેના ઘરના તમામ ઘરેણાં અને રોકડ લઈને ફરાર થઈ ગયા. મામલામાં ફરિયાદ નોંધી તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આ કેસમાં મોટો ખુલાસો થઈ જશે.
મુઝફ્ફરપુર સિટી ડીએસપી સીમા દેવીએ જણાવ્યું કે, કાજીમોહમ્મદપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર અંતર્ગત ૨૫ નવેમ્બર ૨૦૨૪ના રોજ એક લગ્ન થયા હતા. પરિવારે જણાવ્યું કે, દુલ્હન સતત પોતાના પ્રેમી સાથે વાત કરી રહી હતી.
બે દિવસ પહેલા જ તે પોતાના ઘરેણાં અને કેશ લઈને ભાગી ગઈ છે. દુલ્હન વિરુદ્ધ કેસ નોંધી દેવામાં આવ્યો છે. અમે તેની શોધખોળમાં લાગ્યા છીએ. સીડીઆર સહિત કેટલીય વસ્તુઓનું વિશ્લેષણ કરી અમારી કોશિશ છોકરીને ફટાફટ પકડવાની છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
