News of Tuesday, 10th December 2024
જમ્મુ કાશ્મીરે છેલ્લા પ વર્ષમાં ઉત્પન કર્યો ર.રપ લાખ ટન પ્લાસ્ટીક કચરો

જમ્મુ તા.૧૦: આ ખરેખર ચોકાવનારા સમાચાર છે કે ઓફીશીયલ આંકડાઓ મુજબ જમ્મુ કાશ્મીરે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ ર,રપ,૬૩૦ ટન પ્લાસ્ટીક વેસ્ટ ઉત્પન કર્યો, વર્ષ વાર આંકડાઓ સમગ્ર રાજયમાં પ્લાસ્ટીક કચરાના ઉત્પાદનમાં ભિન્નતા દર્શાવે છે.
ર૦૧૮-૧૯ માં જમ્મુ કાશ્મીરે ૩૪,૩૬૭.૩૭ ટન પ્લાસ્ટીક વેસ્ટ ઉત્પન કર્યો જે ર૦૧૯-ર૦ માં ૭૪૮ર૬.૩૭ ટન સુધી વધી ગયો, જો કે પછીના વર્ષોમાં આ પ્રવૃતિ અવળી થઇ ગઇ અને ર૦ર૦-ર૧માં પ૧,૭૧૦.૬ ટન પ્લાસ્ટીક કચરો ઉત્પન થયો, ત્યાર પછી ર૦ર૧-રરમાં તે ૩૪,૩૮૪ ટન થયો ર૦રર-ર૩ માં આ આંકડો વધુ ઘટીને ૩૦,૩૪ર ટન જ થઇ ગયો.
દેશભરના શહેરી તેમજ ગ્રામ્ય બંને વિસ્તારોમાં પ્લાસ્ટીક કચરા સહિત ઘનકચરાનું ડોર ટુ ડોર કલેકશન સુનિヘીત કરવા માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ દિશા નિર્દેષો અપાયેલા છે. આ ઉપરાંત સરકારે પ્લાસ્ટીક પેકેજીંગ માટે બજાર આધારીત વિસ્તારીત ઉત્પાદક ઉતરદાયીત્વ (ઇપીઆર) માળખું પણ શરૂ કર્યુ છે.
ઇપીઆર માળખા હેઠળ ઉત્પાદકો, આયાતકારો અને બ્રાંડ માલીકો (પીઆઇબી)ને પ્લાસ્ટીક પેકેજીંગ વેસ્ટ માટે સંગ્રહ અને પૃથ્થકરણ પ્રણાલી વિકસીત કરવાનું કામ સોપાયું હતું. આ સીસ્ટમ અસરકારક વેસ્ટ મેનેજમેન્ટ સુનિヘતિ કરવા માટે વિભીન્ન પધ્ધતીઓ દ્વારા લાગુ કરી શકાય છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
