<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

મહુવામાં શ્રી સ્‍વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

૮ થી ૧પ જાન્‍યુઆરી સુધી સ્‍વામી નિત્‍યસ્‍વરૂપદાસજીની શ્રીમદ્‌ સત્‍સંગી જીવન કથાઃ રકતદાન શિબીર-સર્વરોગ નિદાન કેમ્‍પ

ભાવનગર, તા. ૧૦: મહુવા (બંદર) ખાતે નવ્‍ય ભવ્‍યશિખર બધ્‍ધ સ્‍વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ દીવ્‍યંતાસભર ઉજવાશે. તા. ૮ થી ૧પ જાન્‍યુ. પૂ. સ્‍વામી નિવ્‍યસ્‍વરૂપદાસજીના વ્‍યાસાસને શ્રી મદ્ર સત્‍સંગી જીવન કથાનું આયોજન થયેલ છે. કથાનો સમય સવારે ૮-૩૦ થી ૧ર-૩૦ બપોરે ૩ થી ૬-૩૦ સુધી છે.

કર્મઠ સાધુ બાલમુકુંદદાસના જણાવ્‍યા અનુસાર સ્‍વામિનારાયણ મંદિર મકરાણા મારબલ તથા બંસી પહાડપુર ગુલાબી પથ્‍થરમાં ૧ર વિઘા જમીન ઉપર નિર્માણ થયુ છે. તેમણે ભારપુર્વક ઉમેર્યુ કે સ્‍વામિનારાયણ ધર્મ મહોત્‍સવ ધર્મ સંસ્‍કારના પોષણ સંવર્ધન અને દ્રઢીકરણ અર્થે આયોજન થયેલ છે. પૂ. સાધુ બાલમુકુંદદાસએ અંતમાં કહયું કે રકતદાન શિબીરમાં સૌથી વધુ રકત એકત્રીત થાય એ માટે આજ થી જ નામ-નોંધણીનો પ્રારંભ થયો છે. વડતાલ દેશ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદ મહારાજ તેમજ સરધાર ના પ્રભાવક વકતા પૂ. સદ્‌ગુરૂ નિવ્‍યસ્‍વરૂપ સ્‍વામિના સીધા પ્રેરણાત્‍મક માર્ગદર્શન હેઠળ આ સેવાકીય પ્રવૃતિને વેગ બનાવ્‍યું કર્મડ સંત સાધુ બાલમુકુંદ દાસે પત્રકારો સાથે મન ભરીને જ્ઞાન-ગોષ્‍ઠી કરી હતી.

(12:14 PM IST)